________________
() પુત્રાના ભાવ કરાવે છે કે જે વધારે પૈસા આપે તેની કન્યા લે છે. એ પૈસા પહેરામણી, દેજ, વાંકડો ઇત્યાદિ નામથી લેવામાં આવે છે. આવા વ્યવહારમાં વર કે કન્યાની યોગ્યતાને વિચાર શી રીતે થાય? થતું પણ નથી. એથી આ વ્યવહારથી અનેક કજોડાં થાય છે, ને સં. સાર-સુખની ઘણી હાનિ થાય છે. જેમ બાળલગ્ન, કન્યાવિક્રય આદિ કન્યાની અછતના પરિણામ છે, તેમ વરવિક્રય, કન્યાની છતનું, ને વરની અછતનું પરિણામ છે. તેથી હલ કેટલીક નાતમાં કન્યાની અછત છે, ત્યારે કેટલીક નાતમાં વરની અછત છે. હવે જો આવી બંને નાતાને કન્યાવ્યવહાર હોય તે કન્યાની અને વરની અછત મટી જાય.
૮. કજોડાં –સ્ત્રી પુરૂષમાં એકબીજાની કોઈ પણ પ્રકારની પ્રતિકુળતા હોય, ત્યારે કજોડું થાય છે. સ્ત્રી મોટી હોય અને ધણી નાને હેય, અથવા સ્ત્રી છેક જ બાળક હેય ને ધણી ઘણેજ બુઢઘેરજોગ–હેય, એ વયની પ્રતિકુળતાથી થયેલાં કજોડાં છે; સ્ત્રી વિદ્યાનું હેય ને વર હો હેય, અથવા વર વિદ્વાન હોય તે સ્ત્રી કે પણ જાણતી ન હોય એ વિધાની અસમાનતા, સ્ત્રી સારા
સ્વભાવની ને વર દુષ્ટ અથવા વર સારા સ્વભાવને ને સ્ત્રી દુષ્ટ હોય એ સ્વભાવની અસમાનતા, એવી એવી ઘણું પ્રકારની અસમાનતાથી કજોડાં થાય છે. આવાં કજોડાં થાય એ પદ્ધતિ હાનિકારક છે એમાં કંઇ શક નથી. તપાસ કરતાં આવાં કજોડાં ઘણું થાય છે એમ માલમ પડી આવ્યા વિના રહેતું નથી. ઘણું થોડાં, અરે, છેક જ થોડાં જેડાં અનુકુળતાવાળાં હેય છે! આ હાનિકારક પરિણામ શાથી નિપજે છે? કેટલીક પ્રકારનાં કજોડાં થવાનાં કંઈક વિશેષ્ય કારણ છે.
અનાવવા દેશાઈઓમાં, કુલીન પાટીદારોમાં, અને બીજી કેટલીક નાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com