________________
(૬૫)
રાખવાના હેતુથી એકડા કે ગોળ બાંધવામાં આવ્યા છે ને હજી પણ આવતા જાય છે. પરંતુ અનુભવથી માલમ પડે છે કે એ ઉપાયથી મૂળ હેતુ પાર પડતો નથી ને કન્યાની અછત તે એવીને એવી રહે છે, કે વખતે વધે છે, ને ઉલટી બીજી ભાઠી રૂઢીઓ દાખલ થઈ છે ને થતી જાય છે. સાટા, ખડાં આદિ કરવાનો દુષ્ટ રિવાજ કન્યાની અછત, અને તે મેળવવાની વધતી જતી કાળજીથી દાખલ થયો છે, ને એ બધું કન્યા વ્યવહારનાં ક્ષેત્રે નાનાં નાનાં હેવાથી થયું છે.
ઘણીક નાની અને ઘણાક એકડાઓની સ્થિતિ એવી થઈ ગઈ છે કે તેમાં કન્યાવ્યવહાર માત્ર પૈસાથી અને સાટાથી જ કરવામાં આવે છે. માથા સાટે માથું મળે એ વખત ઘણી નાતોને આ છે. આ ઉપરથી એક કહેવત ચાલી છે કે મૂળ પે કોઠીએ, ને બુજ ગઈ બળી; જેના ઘરમાં કન્યા હતી, તેને કન્યા મળી !
હાલની વર્ણવ્યવસ્થાને તમામ આધાર કન્યા વ્યવહાર ઉપર છે. કન્યા વ્યવહારને માટે નાતો દહાડે દહાડે વધતી જાય છે, ને કન્યા
વ્યવહારના પ્રતિબંધ પણ દહાડે દહાડે વધતા જ જાયછે, ને તેના ૫રિણામમાં આપણું સંસારિક સ્થિતિ બગડતી જાય છે. જે સંસારમંડળમાં બાપ છોકરીઓને ગુલામની માફક વેચે તથા અદલો બદલો કરે તે સંસાર મંડળની સ્થિતિ વિશે શું કહેવું તે સુઝતું નથી. આ અધમતાની હદ વળી ગઈ !
૮. વર વિયઃ—જેમ કેટલીક નાતમાં કન્યાઓ વેચાય છે તેમ બીજી કન્યાઓની છતવાળી કેટલીક નાતેમાં વર વેચાય છે. કન્યાની છત હેવાથી કહેવાતા કુલીનેને માટે કન્યા તરફથી ઉપરા ઉપરી માગ થાય છે, એટલે કુલીન વરે કે તેમના પિતાઓ પોતાના કે પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com