________________
(૬૪) તેમના માલિકો વેચે છે તેમ આ દેશમાં છેડીઓને તેમનાં માબાપ વેચે છે. જ્યાં પૈસા લેવા તરફ જ ધ્યાન હોય ત્યાં છોડીને સ્વાર્થ શી રીતે જોવાય ! પૈસાની ખાતર છોડી ગમે ત્યાં આપવામાં આવે છે. આ હાનિકારક રૂઢીનું મૂળ પણ નાતેના ભેદનો અતિ વિસ્તાર છે. જેમ જેમ એ ભેદ વધતા ગયા, તેમ તેમ કેટલીક વાતોમાં કન્યાની અછત વધતી ગઈ. કન્યા ન મળે, એટલે તે મેળવવા ગરજાઉ લોકો કન્યાનાં માબાપને લલચાવવા પૈસા આપે. એમ કરતાં કન્યાના ભાવ નિકળ્યા. કેટલીક નાતમાં એ ભાવ ધિમે ધિમે વધતો ગયો, ને એવું થયું કે હરાજીની માફક જે વધારે પૈસા આપે તે કન્યા લે! અરે રે! કેટલી અધમતા ! હદ વળી ગઈ !
૭. સાટાં, ખડા, ઈત્યાદિ –કન્યાઓના વધતા જતા પ્રતિબંધથી સાટાં, ત્રેખડાં દાખલ થયાં છે. સાટાં એટલે સામસામી કન્યા આપવા લેવાને વ્યવહાર, અને ખડાં એટલે ત્રણ જણ અરસ્પરસ કન્યા આપ લે એટલે ત્રણ વર ને ત્રણ કન્યાઓ ઢંકાય; ને તેજ પ્રમાણે ચાર કન્યાઓ અને ચાર વર ઢંકાય તેને ચોખડુ કહે છે. આ પણ કન્યાને વ્યાપારજ છે. કન્યા વિક્રયમાં કન્યાનું વેચાણ પૈસા લેઈ કર, વામાં આવે છે. બંનેમાં માલિક–આ વેપાર કરનાર કન્યાના બાપને તેને બાપ કહેવો યોગ્ય નથી માટે માલિક–ની નજર, કન્યા કયાં પડે છે તે જોવા કરતાં તેનું મૂલ શું ઉપજે છે તે જોવા ઉપર વધારે રહે છે. આ વહિવટ ઘણો હાનિકારક છે. એમાં યાં કરાંનું સુખ જોવાને બિલકુલ સંભવ રહેતું નથી. આ રિવાજથી પરિણામ એ થાય છે કે છોકરાને માટે કન્યા લેવાના સ્વાર્થ સારૂ છોકરીને ગમે ત્યાં ઝીકી દેવામાં આવે છે. જ્યાં આ વહિવટ ચાલે ત્યાં સંસાર-સુખની અને નીતિની હાનિનું શું કહેવું ! કન્યાઓને વ્યવહાર અમુક હદમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com