________________
(૬૩)
તાં લેતાં કદિ કાઇની ચેાગ્યાયેાગ્ય જોવાની પૃચ્છા થાય તેપણ શી રીતે જોવાનું બને? માટે આવા કન્યા વ્યવહારના પ્રતિબંધથી છેકરાંના મુખને વિચાર થવાના બિલકુલ સંભવ રહેતા નથી.
૫. બાળલગ્નઃ—આ હાનિકારક, દુષ્ટ અને ભયંકર રૂઢીનું મૂળ આપણને અહીં જડે, જેમ જેમ કન્યાની કાળજી વધતી ગઇ, તેમ તેમ નાતે પણ વધતી ગઈ, એટલું જ નહિ પણ ખીજી ઘણી હાનિકારક અને પરિણામમાં ભયંકર એવી રૂઢીઓ દાખલ થતી ગઇ.
એ રૂઢીઓ પૈકીની એક બાળલગ્નની રૂઢી છે. કન્યાની કાળજી વધે એટલે જલદી જલદી કન્યા મેળવવાના પ્રયત્ન થાય ને એમ કરતાં ઉમ્મર બુમ્મરની વાત બાળુ ઉપર રાખી કન્યા ભેટી લેવાની વહિવટ દાખલ થાય એમાં કંઇ આશ્ચર્ય નહિ. આ પ્રમાણે ધિમે ધિમે બાળલગ્નનું જોર વધવા લાગ્યું તે હાલતેા તેની નિર કુશ સત્તા ફેલાઇ ગઇ છે. આ દુષ્ટ રિવાજથી આપણી પ્રજાને જે હાનિ થઈ છે તે શ્રેણીજ ભયંકર છે, તેના વિચારજ માત્ર માણસનું માથું ફેરવી નાંખેછે, તે ધણા ખેદ ઉત્પન્ન કરેછે.
આપણી શારિરિક કે માનસિક નિર્બળતા, આપણા સંસારસુખ અને વૈભવની હાનિ, આપણી સંસારિક સ્થિતિની ઉતરતી દશા, અને પરિણામે આપણી ધાર્મિક અને રાજકીય સ્થિતિની પડતીનું એક ખીજ ખાળલગ્ન છે. આવી દુષ્ટ અને હાનિકારક રૂઢી દાખલ થઇ, તે ચાલી, તે દહાડે દહાડે તેના પ્રસાર વધતા ગયા, એ બધાનું કારણુ કન્યાની વધતી જતી કાળજી, ને નાતેાની વધતી જતી સંખ્યા છે.
૬. કન્યાવિક્રયઃ—આ દુષ્ટને હાનિકારક રૂઢી પ્રત્યે તિરસ્કાર બતાવવા ક્રિયા શબ્દો વાપરવા તે અમને બરાબર સુઝતું નથી. એ રૂઢીમાં તે ગુલામગીરીની રૂઢીમાં કજ ફેર નથી. ગુલામેાતે જેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com