________________
(૬૨ )
રિવાજ ઘણે હાનિકારક છે એમ એ વર્ગના સમજુ ગ્રહસ્થોના સમજવામાં આવ્યું પણ છે, પરંતુ હજી તે બાબતને કંઈ જલદી ઈલાજ કરવાના પ્રયત્ન થતા નથી એ ખરેખર ખેદકારક છે. એ પ્રમાણે લગ્ન, પાસેનાં સગાંમાં થાય, અણુ ચાલે ને ન ગમતાં પણ થાય, ને પસંદગીનો કંઈજ સંભવ ન રહે, ત્યારે સારી પ્રજા થવાની આશા શી રીતે રાખવી? અમે નથી ધારતા કે આપણું લોકોની ને તેમાંય વિશેષે કરી ગુજરાતી લોકોની પ્રજા સારી ઉત્પન્ન થતી નથી, એ સિદ્ધાંત સર્વમાન્ય ન હોય. એ સિદ્ધાંત પ્રત્યક્ષ પ્રમાણ જે છે. લગાર વિચાર કરતાં ને અવલોકન કરતાં તરત એમ માલમ પડી આવશે કે આપણે પ્રજા સારી થાય છે એમ બિલકુલ કહી શકાય તેમ નથી. પરંતુ એ હાનિ દહાડે દહાડે વધતી જાય છે. આજથી સે કે પિણો વર્ષ ઉપર જેવી પ્રજા હતી, તેના કરતાં ત્યાર પછીની પ્રજા થઈ તે, તેથી પણ નબળી ને દરેક વાતે ઉતરતી થઈ, ને ત્યારપછીની આપણા બાપ વખતની પ્રજા એથી પણ કંઈક વધારે નિર્બળ,ને ઉતરતી, ને આપણા વખતની તો એથી પણ અધિક નિર્બળ ને ઉતરતી, ને હવે પછીની વળી તે કરતાં પણ અધિક અધિક નિર્બળ ને ઉતરતી થતી જાય છે. એ પરિણામ, નાતના ઘણા ભેદ પડ્યા ને કન્યા આપવા લેવાનું ક્ષેત્ર નાનું નાનું થતું ગયું તેથી આવ્યું છે એમાં લગાર પણ સંદેહ નથી.
૪. છોકરાંના સુખની હાનિ–છોકરાંના સુખની હાનિનું તે કહેવાનું જ રહ્યું નથી. જે જનમંડળમાં છોકરાંનાં લગ્ન કરવામાં માત્ર તેમનાં માબાપ ફક્ત કહેવાતું કુળ, કે પૈસા, કે પિતાના સ્વાર્થ જુએ તેમાં બિચારાં છોકરાંના સુખની શી આશા રાખવી. તેમાંય વળી કન્યા આપવા લેવાનાં ક્ષેત્ર નાનાં નાનાં હોય ત્યારે તે કન્યા આપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com