________________
(૬૧)
ને પાણી વિનાની થતી જાય છે તેનું શું કારણ? નાના ભેદ વધવાની સાથે કન્યાની કાળજી વધવા લાગી, ને એ કાળજીનું પરિણામ એ આવ્યું કે કન્યા વ્યવહારને માટે જ નાતોની પેટાના, એકડા, ગેળ, વાડા, બાંધ્યા; પરંતુ એ કાળજી ઓછી થઈ નહિ, પણ ઉલટી વધી ને જેમ જેમ તે વધતી ગઈ તેમ તેમ નાતો પણ વધતી ગઈ. એક નાતની જેમ જેમ બહુ નાતો થતી ગઈ તેમ તેમ તે નાતે નાની નાની થતી ગઈ. કન્યા આપવા લેવાનું ક્ષેત્ર જેમ નાનું તેમ તે આપવા લેવાની કાળજી ને મુશ્કેલી વધારે એ મુશ્કેલીને લીધે ન ચાલે કન્યાઓ પ્રતિબંધ કરેલાં સગાંમાં પણ આપવી પડે છે. દાકતર વેસ્ટ, નામને એક અંગ્રેજ શાસ્ત્ર વૈદ્ય કહે છે કે “ માંદલાં બાળકો થવાન તથા તેમનાં અકાળ મૃત્યુ થવાનાં કારણો પૈકી પાસ પાસેનાં સગાંમાં લગ્ન વ્યવહાર, એ પણ એક છે.” એટલે જેમ જેમ પાસેનાં સગાંમાં લગ્ન વ્યવહાર તેમ તેમ સારી પ્રજા ઉત્પન્ન થવાનો સંભવ છે. આ વિદ્યાનું ગ્રહસ્થને અભિપ્રાય ખરે છે એમાં કંઇ શક નથી. આપણા પ્રાચીન શાસ્ત્રકારોએ સગાઈની અમુક હદ સુધી લગ્ન કરવાને પ્રતિબંધ કર્યો છે, તેથી પણ એ મતને પુષ્ટિ મળે છે. આ અનીતિ ઘણીક નાતેમાં થાય છે ને દહાડે દહાડે તે થવાનો સંભવ વધતું જાય છે. આ બાબતમાં અમારા અભિપ્રાયની પુષ્ટિમાં અમદાવાદના ઓસવાળ શ્રાવક વાણિયાની નાતને દાખલે ઘણું સારી રીતે કામ લાગશે. એ નાતનાં અમદાવાદમાં આસરે ચારસેં ઘર છે, પરંતુ તેમાં જે શ્રીમતે છે તે શ્રીમંતને ઘેરજ સ્વભાવિક રીતે કન્યા આપવાનું પસંદ કરે છે, તેથી તેવાઓને તો કન્યા આપવા લેવાનું ક્ષેત્ર એકજ નાનું છે. આથી પરિણામ એ થયું કે તેમનામાં કન્યાઓ પાસે પાસેનાં સગાં વહાલાંમાં અપાય છે ને સામ સામી પણ અપાય છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com