________________
(૫૨) મડાને, આ નાતને કે પેલી નાતને, એમ જેને અનુકુળ આવે તે કેળવણીને લાભ લે છે. એવા કેળવણી પામેલાની રહેણી કરણી ફરી જાયછે, ને તેમની તથા વગર કેળવાયેલાની વચ્ચે એક મોટો ખાડ પડે છે. બે વર્ગ જુદા પડે છે, ને બંનેને એકબીજાની સાથે સંબંધ પાલવતો નથી. ન પાલવે એ સ્વભાવિક છે. ઘણુંખરી નાતમાં આમ થયું છે ને હજી બીજીમાં થતું જાય છે. હવે આને ઉપાય થવાની જરૂર છે. એ વાત બંને વર્ગોના લાભની છે. વળી કેટલીક નાતમાં કન્યાની પુષ્કળ છત, ત્યારે બીજી કેટલીકમાં પુષ્કળ અછત હેય છે. તેથી એવી બધી છતવાળી અને અછતવાળી નાતેના લોકોને સંસાર સુધરતું નથી. એવી નાતમાં જે ભાણ વ્યવહારવાળી નાતે હોય તેમાં જે કન્ય વ્યવહાર કરવામાં આવે તો એ બધી અને ડચણ દુર થાય.
વાંચનાર ! આ કારણેને વિચાર કરો કે તમારી ખાત્રી થાય કે હાલ જ્યાં ભાણું વ્યવહાર છે ત્યાં કન્યા વ્યવહાર નથી એ રીવાજ કંઈ સકારણ નથી, અને કન્યા વ્યવહારના સંબંધમાં જે અનેક ભેદ પડ્યા છે તે માત્ર વખતે વખતે સમયને અનુસરીને તથા રાજનીતિની અનુકુળતા કે પ્રતિકુળતા પ્રમાણે પડયા છે; હાલ તે કારણેનું અસ્તિત્વ રહ્યું નથી, અને હાલ જે વ્યવસ્થા બંધાઈ છે તે હાનિકારક છે તે જ્યાં રટી વ્યવહાર છે ત્યાં બેટી વ્યવહાર કરવા તત્પર થઈ જાઓ એવી અમારી વિનતિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com