________________
(૪૫)
છે. આગળ જતાં કેટલાક વાણિયાઓ હલકી જાતની કન્યાઓ લાવી જુદા પડયા તે પાંચા કહેવાયા. એઓની સાથે આજે પણ બીજા દશા વિશા વાણિયાઓ ભાણ વ્યવહાર રાખતા નથી.
એ પ્રમાણે આચાર વિચારના ભેદથી પણ બ્રાહ્મણ વાણિયાની નાતેની સંખ્યા વધી છે.
નાતાની સંખ્યા વધવાનું ત્રીજું કારણ ધંધાનો ભેદ છે. ખેતી કરવી, ઢોર પાળવાં, તથા વ્યાપારાદિ કરવો એ મૂળ વૈશ્ય પ્રજાનાં કર્તવ્ય નિર્માણ કરેલાં છે. પતુ હાલ તો ખેતી કરનાર ને ઢેર પાળ નાર તથા વ્યાપાર કરનારના જુદા જુદા વર્ગ જેવામાં આવે છે; એટલે વૈશ્ય પ્રજાને માટે નિર્માણ કરેલાં કર્મના બે મેટા વિભાગ પડી ગ યાનું જણાય છે. ખેતી કરનારા ને ઢોર પાળનારા ધંધા ઉપરથી ક
બી ઠર્યા, અને વ્યાપાર કરનારા વાણિયા ઠર્યા. વખત જતાં ધંધાની ઉજળામણના ભેદને લીધે તથા રહેણી કરણીને લીધે બંને વર્ગ તદન જુદા પડી ગયા, તે એટલે સુધી કે એક બીજાને ભાણું વ્યવ
૧ ગુજરાત સર્વ સંગ્રહમાં દશા વિશાના ભેદ વિષે એમ લખ્યું છે કે, “જ્યારે મૂળ જ્ઞાતિમાંથી કેટલાકે ફટાઈ નવાં કુળ સ્થાપ્યાં, ત્યારે જુનાં કુળે પિતાને વિશા વિશે વસા શુદ્ધ) ને નવાને ઓછા શુદ્ધ ગણું દશા કહ્યા. વળી વિશામાંથી કે દશામાંથી કંટાઈ થોડાક જ જુદો પડયો તે પાંચા કહેવાયા. વાણિયાની બીજી બધી જ્ઞાતિમાં દશા વિશા છે, પણ કપોળમાં નથી.” પૃષ્ટ ૮૨-૮૩. સને ૧૮૮૧ના વસ્તિપત્રકના રીપોર્ટમાં એમ લખ્યું છે કે “જે શુદ્ધ કુળના તે વિશા, ને જેએમાં બીજી જ્ઞાતિના રક્તનું મિશ્રણ થયું તે દશા થયા." ભાગ ૧ લે, પૃષ્ટ ૧૪૪.
૨ ગુજરાત સર્વ સંગ્રહ’, પૃષ્ટ ૮૨-૮૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com