________________
(૪૪) નના વાંધાથી મૂળનગર છેડી બહાર નિકળ્યા, તે બાહ્ય કે બાજ, અને જેઓ નગરમાં રહ્યા તે આખ્યાન્તર કે ભિતરા કહેવાયા. વળી બ્રાહ્મણોની જુદી જુદી વાતોમાં જેઓએ દાન ન લીધું તેઓ ગ્રહસ્થ કહેવાયા, અને જેઓએ દાન લીધું તેઓ ભિક્ષુક ઠર્યા.
કેટલાક બ્રાહ્મણો પિતાના સત્તાવાળા યજમાનની સાથે ખાવા વ્યવહાર રાખવા લાગ્યા, અને કેટલાકે હલકી વર્ણના યજમાનના નાતર આદિ રિવાજે ગ્રહણ કર્યા તેથી એવા લેક ખાહ્મણોથી તદન જુદા પડ્યા, અને હલકી પંક્તિને બ્રાહ્મણે થયા. રાજગોર, તા. ધન આદિ એવા છે. આજે પણ બીજા બ્રાહ્મણો તેમની સાથે ભાણું વ્યવહાર રાખતા નથી. સિવાય કેટલાક એકજ હલકી ક્રિયાઓ કરાવવા લાગ્યા તેઓ પણ જુદા પડી ગયા, એવા વર્ગમાં કારટિયા આવે છે.
વાણિયાઓમાં પણ આચાર વિચારથી અને વખતે રકતના મિશ્રણથી વિશા, દશા, અને પાંચા એવા ભેદ પડયા છે. વાણિયામાં કપોળ સિવાય દરેક નાતમાં વિશા અને દશાના ભેદ છે, એ ઉપરથી એમ જણાય છે કે વાસ્યાની જુદી જુદી નાતો થતા પહેલાં ને જૈન ધર્મનું પ્રબળ થતાંય પહેલાં એ વર્ગ પડ્યા હોવા જોઇએ. એ સંબંધી લૈકિક કારણ એવું કહેવામાં આવે છે કે જ્યારથી વાણિયાને વર્ગ ઉત્પન્ન થયો ત્યારથી જ એ ભેદ બંધાયા છે. એક જ મૂળ વાણિયા બાપને બે દિકરા હતા, તેમાં એક સાલસ ને વિશી હતો ને બીજે લગાર કપરો હતો, એથી પેલો વિશ વશાને, અને બીજે દશ વશાનો કહેવાય. એમની પ્રજા થઈ તે પછી વિશા ને દશાના નામથી ઓળખાવા લાગી. આજે પણ લોકો કહે છે કે ભાઈ, વિશા દશા તે બે ભાઈ થાય, એક બાપના દિકરા, એક મગની બે ફાડો છે. સામા
ન્ય રીતે સ્વભાવ, રીત ભાત જોઈએ તે લોકિક મત્ત સકારણુ લાગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com