________________
(૪૩)
પૈકી કેટલાંકની ભાગતી આવી, કેટલાંક છેક નાનાં અને નમાલાં થઈ ગયાં, કેટલાંક પાયમાલ થઈ ગયાં, તથા કેટલાંક છેક નાશ પામ્યાં એટલે ત્યાંની નાત દેશમાં જ્યાં ગઈ ત્યાં રહી; પરંતુ બીજા ગામોની નાતો સાથે પરિચય નહિ, તથા ઓળખાણ પાળખાણ નહિ, તેથી નવા આવનારા જુદાને જુદા રહ્યા અને નવા ગામના લોકોથી પિતાને
જુદા ઓળખાવા માટે જે ગામથી કે દેશથી કે જે દિશાથી પોતે આવેલા તે ગામના કે દેશના કે દિશાના નામ ઉપરથી પિતાની નાતનું નવું નામ રાખ્યું; અથવા તેમનું એ નામ સહસા પડયું.
એ પ્રમાણે ગામ, દેશ, કે દિશા ઉપરથી એટલે જે જે સ્થળ છોડી ગુજરાતમાં આવી વસ્યા છે તે સ્થળ ઉપરથી એક બ્રાહ્મણની અને એક વાણિયાની અનેક નાતો થયાનું જણાય છે.
નાતેના ભેદ વધવાનું બીજું કારણ આચાર ભેદ છે. બ્રાહ્મોમાં કેટલાકે રાજાનું દાન લેવું ઉચિત નથી એમ ધાર્યું ને કેટલાકે દાન લીધું એ કારણથી ભેદ પડયા. ગુજરાતના રાજા મૂળરાજે' ઉત્તર હિંદુસ્તાનના જુદા જુદા ભાગોમાંથી કેટલાક બ્રાહ્મણને બેલાવ્યા હતા તેઓને દાન આપવા માંડયું તે વખતે જેઓએ એક જુદી ટોળી કરી દાન ન લીધું તે ટોળકિયા ઔદિચ કહેવાયા, ને જેમણે દાન લીધું તે હજાર બ્રાહ્મણ હતા તે ઉપરથી તેઓ ઔદિ
ચ્ય સહસ્ત્ર કહેવાયા. તેમાંના જે સિહોર અને તેની આસપાસના ગામમાં વસ્યા તે સિહોરા, અને સિદ્ધપુર ને તેની આસપાસના ગામેમાં વસ્યા તે સિદ્ધપુરા કહેવાયા. તેજ પ્રમાણે ખેડાવાળમાં જેઓ દા
૧ મૂળરાજે ઈ. સ. ૯૪રથી ૪૮૭ સુધી રાજ્ય કર્યું છે. રાસમાળા, પૃષ્ટ ૪૯. ૨. જ્ઞાતિ નિબંધ, પૃષ્ટ ૩૦, ૩૧, ૩૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com