________________
(૪૨) મેઢ-બ્રાહ્મણ અને વાણિયા બને છે. મોઢેરા ગામ ઉપરથી એ નામ પડયું. મોઢ બ્રાહ્મણ તથા વાણિયા એ બંનેની પેટા નાતો છે તે નામે પણ સ્થળ ઉપરથી પડયાં છે.
મોતાળા:–બ્રાહ્મણ છે. સુરત જીલ્લામાં મોતા ગામ છે તે ઉપરથી કહેવાયા.
લાડ:–વાણિયા છે. નર્મદા નદીની દક્ષિણ ગુજરાતને જે ભાગ લાટદેશ કહેવાય છે તે ભાગના રહીશ વાણિયાઓ એ નામથી ઓળખાયા.
વડાદરા:–અમદાવાદ પાસે વડાદ ગામ છે ત્યાંના મૂળ વતની બ્રાહ્મણે એ નામથી પ્રસિદ્ધ થયા.
વાયડા – વાણિયા છે. પાટણ પાસે વાડ ગામ છે ત્યાંના માટે વાયડા કહેવાયા.
વાલમ:-પાટણ તાલુકામાં વાલમ નામનું ગામ છે ત્યાંના બ્રાહ્મણોનું એ નામ પડયું.
સજોદરાઃ–બ્રાહ્મણ છે. અંકલેશ્વર પ્રગણામાં સજોદ ગામછે તે ઉપરથી થયા.
સોરઠિયા–વાણિયા છે. સોરઠ પ્રાંતમાંથી આવેલા માટે સોરઠિયા કહેવાયા.
શ્રીમાલીઃ–પાલણપુરની ઉત્તરે મોરવાડના સીહી ઈલાકામાં હાલ ભિન્નમાલ છે તેને શ્રીમાલ નગર કહેતા ત્યાંથી બ્રાહ્મણ આવ્યા તે શ્રીમાલી બ્રાહ્મણ કહેવાયા, અને વાણિયા આવ્યા તે શ્રીમાલી વાણિયા કહેવાયા. ' હરોળા:વાણિયા છે. હરસોળ ગામ ઉપરથી.
જે શહેરોના નામ ઉપરથી જુદી જુદી નાતો ઓળખાઈ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com