________________
(૩૩) લાગે છે, એટલે એક વેપારને અને બીજો ખેતીને તથા ઢેર પાળવાને. વૈ પૈકી વેપારમાં જે કાયા તે ધંધા ઉપરથી વાણિયા કહેવાયા ને જેઓ બીજા ધંધામાં રોકાયા તેઓ તેમના ધંધા ઉપરથી જ કણબી કહેવાયા. વાણિયાનો ધંધો ઉજળામણને રહ્યો ને કણબીને મહેનત મજુરીને રહ્યા એટલે બંનેના આચાર વિચારમાં તથા રહેણી કરણીમાં કાળે કરીને ઘણે ભેદ પડી ગયા, તેથી એ બે વર્ગ તદન જુદા પડી ગયા ને તેમની વચ્ચે કોઈપણ પ્રકારને વ્યવહાર રહ્યો નહિ. આગળ જતાં વાણિયા ઉંચા ગણાયા. આજે વાણિયા, કણબીનું ખાતા નથી, પણ કણબી, વાણિયાનું ખાય છે. એ બનાવ વાણિયાઓના વિભાગ પડતા પહેલાં બન્યાનું અનુમાન થાય છે.
હવે ધંધાદારી લોકોની નાત રહી. સોના રૂપાનું કામ કરનારા સેની, પાણીનું કામ કરનારા ઘાંચી, દેવાનું કામ કરનારા ઘેબી, લાકડાં ઘડવાનું કામ કરનારા સુતાર, લુગડાં શિવવાનું કામ કરનારા દરજી, રંગવાનું કામ કરનારા ભાવશાર, હજામત કરનારા હજામ આદિ ઘણી નાતે ધંધા ઉપરથી બંધાઈ છે. એ દરેક નાતના ઉંચી વણની નાની માફક વિભાગ પડતા જાય છે એટલે તે દરેક નાત માત્ર એક એકજ નાત છે એમ કહી શકાય નહિ. તેમનામાંય વિભાગ ને પેટા વિભાગ થયા છે. સોનીમાં ત્રાગડ અને શ્રીમાળી છે તેઓ એક બીજાને કન્યા આપતા લેતા નથી. તે ઉપરાંત વાણિયા બ્રાહ્મણની માફક તેમના પણ ગામના ગોળ કે એકડા બંધાયા છે, એટલે તેમની નાતેની સંખ્યા પણ મુકરર કરવી મુશ્કેલ છે. આ સર્વ વર્ગના લોકો શુદ્ધ વર્ગમાંથી ઉત્પન્ન થયા હોય, અગર મનુસ્મૃતિમાં જે જાતિઓ આપી છે તેના વંશજો હોય. શ્રીમાળી સોની, વાણિયામાંથી ઉત્પન્ન થયાનું કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com