________________
(૩૪) હવે કહો કે અમે કહીએ છીએ કે નાતોની ખરી સંખ્યાની ગણતરી કરવી તથા તે વ્યવસ્થાનું ખરું ચિત્ર પાડવું મુશ્કેલ છે, ને દરેક નાતના વિભાગ, તેના પેટા વિભાગ, તેના પાછા વિભાગ ને તેનાય કડકા ને વળી કડકાના પેટા કડક થઇ ચોરાશી રાશી રામ જેટલી ના થઈ છે એ ખરું છે કે નહિ ? વાંચનારા આ પ્રશ્નને ઉત્તર પોતાની મેળેજ આપશે.
વિભાગ ૨ જે.
અર્વાચીન કાળ.
પ્રકરણ ૨ જે જ્ઞાતિની ઉત્પત્તિનાં એતિહાસિક કે સંભવિત કારણે
એક મહાન અને સુધારેલી પ્રજાના કેવા થડે થોડે વિભાગ પડતા ગયા અને અંત્યે તે પ્રજાની કેવી રીતે અનેક નાતે થઈ એ બતાવવામાં આવ્યું. એમ થવાનાં કારણોને પણ પ્રસંગોપાત ઇસારો કરવામાં આવ્યા છે, પરંતુ હવે તે કારણોને કંઈક વિસ્તારથી વિચાર કરીશું.
પ્રથમ આર્યપ્રજા આ દેશમાં આવી ત્યારે તેમનાથી ઉતરતી સ્થિતિના લોક આ દેશમાં વસતા હતા, તેમને જીતીને અપ્રજાએ પોતાનું રાજ્ય સ્થાપ્યું; તે વખતે આપજ વધારે સુધરેલી હોવાથી રંગમાં
અત્રેના અસલી રહીશો કરતાં વધારે સુંદર હતી; એટલે રંગનો ભેદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com