________________
(૩૧ ) નામથી ઓળખાય છે. જે હેતુથી એવા એકડા કે ગોળ બાંધવામાં આવ્યા છે તે હેતુ પાર ન પડવાથી તથા અંદર અંદરની ઈર્ષ્યાથી એ એકડા કે ગોળ પણ તુટતા જાય છે ને તેનાં તડ પડે છે. એ પ્રમાણે નાનો સંચે સતત ચાલુ છે, તેમાંથી દરરોજ નાતે નિકળતી જ જાયછે, ને સંખ્યા વધતી જ જાય છે, ત્યારે હવે જુઓ કે એક વિશા ખડાયતાની નાતની કેટલી નાતે થઇ છે અને હજી તેના કેટલા ભાગ પડશે તે કહી શકાતું નથી. જે અસર જુદી જુદી નાતેથી થાય છે તેની તેજ અસર આવા એકડાથી ને તડથી પણ થવાને સંભવ છે. તે તે જુદી જુદી નાતજ છે. અમદાવાદને ખડાયતે વાણિયે ને મઢ વાણિયો એક બીજાનું જમી શકશે, પણ કન્યા આપી નહિ શકે તેજ પ્રમાણે અમદાવાદને વિશે ખડાયતને નડીઆદને વિશે ખડાથતો એક બીજાનું જમી શકશે પણ કન્યા આપી લઈ શકશે નહિ, તો પછી આ બે વાણિયાને એક નાતના કહેવા કે જુદી જુદી નાતના કહેવા
હાલ ક્ષત્રિય પણ છે. બ્રહ્મ ક્ષત્રિય ઉજળી વર્ણમાં છે. તેમનામાં પણ એક દશા ક્ષત્રિયની જુદી નાત થઈ છે.
૧ બ્રાહ્મણ, વૈશ્યની આ ઘટમાળ શી રીતે બંધાઇ, ને એ જાતો તુટવાને ક્રમ શો છે તે બતાવવાને નિચેનાં નાતનાં પેઢીનામાં બનાવ્યાં છે.
પેઢીનામું ૧ લું.
બ્રાહ્મણ.
ભિન્ન ભિન્ન નાતે.
ગામવાર તડે કે ઘોળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com