________________
( ૩૦ ) અગમાં બીજે દરજે હાલ વાણિયાની વાત આવે છે. તે પણ ચોરાશી કહેવાય છે કે પ્રથમ ચોરાશી ભેદ થયા હશે એમ જgય છે. પરંતુ એ સંખ્યા ખરી નથી. વાણિયાની નાનાં નામ ગણતાં નાગર કે ખડાયતા ગણાવ્યા છે એટલે બે નાતો કહી ! પરંતુ શું નાગર કે ખડાયતા એ એક એકજ નાત છે ? ઘણું કરીને દરેક વાણિયાની નાતમાં દશાવિશાને ભેદ છે. એટલે બમણું સંખ્યા તે એજ થઈ. વળી કેટલીક નાતોમાં ધર્મને લીધે ભેદ પડયા છે. શ્રીમાલીમાં મેશ્રી શ્રીમાલી તથા જૈન શ્રીમાલી; ને તે દરેકમાં પાછા વિશા દશા. એ પ્રમાણે એવી નાતેના એ હિસાબે ચાર ભેદ થયા છે. એટલે બમણા કરતાં પણ વધારે નાતો તે એમજ થઈ. વળી દશાવિશા શિવાય પાંચા વાણિયાની નાત થઈ છે. પરંતુ એમ ગણતાં પણ પાર આવે એમ નથી. એક ખડાયતાની નાત લેઈએ, તે તેમાં વિશા ને દશા એવી બે નાતે છે એટલું કહેવું બસ નથી. બધા દેશમાં જેટલા વિશા ખડાયતા છે તેટલા કંઈ એક બીજાની સાથે કન્યા વ્યવહાર રાખતા નથી. એટલું જ નહિ, પણ કન્યા વ્યવહારજ ન રાખવા સારૂ તેના અનેક ભેદ પાડયા છે ને કન્યાના પ્રતિબંધના નિયમ રાખ્યા છે. અમદાવાદના ખડાયતા નડીયાદના વિશા ખડાયતાને કન્યા આપી શકે નહિ, ને નડીઆદના અમદાવાદ આપી શકે નહિ ! ત્યારે આતે વિશા ખડાયતાની એકજ નાત કે જુદી જુદી નાતે થઈ! અરેરે દુર્ભાગ્યે એ વખત આવ્યો છે કે એક ગામના એક નાતના વાણિયા પણ એક વાત નથી. નડીઆદમાં વિશા ખડાયતાનાં સાતમેં ઘર છે. પરંતુ તેમાં ચાર એકડા કે તડ છે. એટલે એક બીજા તડમાં કન્યા વ્યવહાર નથી. ત્યારે એ તે ચાર નાતો થઈ કે એક થઈ? આવા એક નાતમાંથી જે વિભાગો પડે છે તે એકે,એકડા, ગોળ, સવા, સંભા,વગ (વર્ગ ઉપરથી) આદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com