________________
(૨૪) નવાને જોઈએ તેટલે પુરાવા . ત્યાર પછી કેટલીક નાની ભાગતી થઈ તેમનો લય થવાથી હાલ વખતે ચોરાશીથી ઓછા વિભાગ હશે. પરંતુ એ ચોરાશી કે કંઈક ઓછા થાય તે પણ શું બ્રાહ્મણની એટલી જ નાતો છે એમ કહેવું વ્યાજબી ગણાશે? એક નાગરનીજ લઈએ. અલબત સાધારણ રીતે એમ કહેવામાં આવે કે બ્રાહ્મણનીચોરાશી નાતોમાં નાગરોની
એક નાત છે, કે વખતે છ નાત છે, પરંતુ એ શું હાલની ખરી સ્થિતિનું ચિત્ર થયું? ના નથી થયું એમ કહેવું જોઈએ. નાગરની છ નાતમાં એક વડનગરા નાગરની વાત છે. એ વડનગરામાં પાછા ત્રણ ભેદ છે ૧ ગ્રહસ્થ, ૨ ભિક્ષુક ને ૩ ડુંગરપુરા કે ગીરપુરા. આ ત્રણે જ્ઞાતિ ખાવા પીવાને વ્યવહાર રાખે છે, પરંતુ કન્યા આપવા લેવાને વ્યવહાર રાખતા નથી, ત્યારે શું આતે ત્રણ નાતે થઈ કે એક થઈ? ખરું જોતાં ત્રણ થઈ. પરંતુ હજી અહીં અટકવાનું નથી અમદાવાદના નાગરે પોતાની કન્યા બી જે આપે નહિ. સૂરતના નાગરે પણ તેમ કરે, ત્યારે આ તે પાછા અમદાવાદી ગ્રહસ્થ નાગરની એક નાત, સુરતના ગ્રહસ્થ નાગરની એક નાત, કાઠીયાવાડી ગ્રહસ્થ નાગરની એક નાત, પેટલાદી ગ્રહરથ નાગરની એક નાત એમ જુદી જુદી નાતે કન્યા વ્યવહારના સંબંધમાં થઈ કે ના થઈ? એજ પ્રમાણે ભિક્ષુક નાગર ને ગીરપુરા નાગરનું સમજવું, ને બીજા નાગનું પણ સમજવું. ત્યારે હવે એક નાગરની નાતની છે નાતે થઈ, છ ની આઠ થઇ ને આઠ ની કોણ જાણે કેટલી થઈ! એ જ પ્રમાણે બીજા બ્રાહ્મણનું પણ થયું છે. જેમકે દિચની નાત, અમદાવાદના ઔદિચને સિદ્ધપુરના ઔદિચ એકજ નાતના છે, પરંતુ તેમને કન્યા વ્યવહાર નથી, ત્યારે તે એકજ નાત રહી કે જુદી જુદી થઈ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com