________________
(૨૮ રામ જેટલી નાતો છે તે તે બિલકુલ અતિશયોક્તિ નથી. મનુષ્ય જાતના ચાર વિભાગ પડયા, તે ચારના પાછા અનેક પેટા વિભાગ થયા, ને તે અનેક પેટા વિભાગ ના વિભાગ, તેનાય વળી વિભાગ ને છેવટ તે વિભાગોનાય વિભાગો થયા છે. લખવાને દીલગીર છીએ કે આ સ્થિતિનું ખરું ચિત્ર પાડવાને ભાષામાં શબ્દો પણ જડતા નથી.
પ્રથમ મુખ્ય ચાર વર્ગ થયા એ આપણને માલમછે, ને હાલની અનેક વર્ણની વહેંચણું એ ચાર મોટા વર્ગોમાં થઈ શકે ખરી. એ વહેંચણી કરવામાં મતભેદ છે. લોકો તે મૂળની બે વર્ણ-બ્રાહ્મણ તથા શુકની–હાલના સમયમાં રહી છે, ને બીજી બે-ક્ષત્રિય તથા વૈશ્યનીલય પામી છે એમ માને છે. તેઓ કહે છે કે હાલતે “બ્રાહ્મણ તથા સૈદિર” રહ્યા છે. પરંતુ આ કહ૫ના ખોટી છે ને હાલ ચારે વર્ગના વંશજો છે એમ ઘણી રીતે શાબિત થયું છે. એટલે મનુષ્ય જાતના પ્રથમ ચાર મોટા વર્ગ–બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ને દ–બંધાયા તે લેઈએ, તે હાલના હિંદુઓની વહેંચણ થઈ શકે છે શંકરાચાર્યના વખતમાં બ્રાહ્મણના ગેડ અને દ્રાવિડ એવા બે વિભાગ કરવામાં આવ્યા ને તે જ વખતે ગેડના પાંચ નેદ્રાવિડના પણ પાંચ ભેદ પાડવામાં આવ્યા છે. પરંતુ એ દશ પેટા ભાગથી અટકાયું નહિ. આગળ જતાં અનેક કારણથી બ હ્મણની એક નાત તુટી ૮૪ થઈ હોય એમ મા
૧. કન્યાઓની અછતનો નિબંધ, કર્તા રા. સા. મયારામ શંભુનાથ, પૃષ્ટ ૬.
૨. સને ૧૮૯૧ ની મુંબઈ ઇલાકાની વસ્તિ પત્રકને રીપોર્ટ ભાગ ૧, પૃષ્ટ ૧૪૪. ઈન્ડિયન લો રીપોર્ટસ, મુંબાઈ સીરીઝ, પુસ્તક ૨. પૃષ્ટ ૧૨-૧૩ માં નાગર વાણીઆને વૈશ્ય લખ્યા છે. રાસમાળા. પૃષ્ઠ ૫૩૭.
૩. સને ૧૮૮૧ની વસ્તિપત્રકને રીપોર્ટ, ભાગ ૧લો.પૃ.૧૪૩, ૧૪૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com