________________
(૨૭) હતી. કવીશ્વર દલપતરામે સને ૧૮પરમાં ૪ તિનિબંધ એ, તેમાં બ્રાહ્મણની ના ૮૪ છે, ને તેમજ વાણિયાની પણ ચોરાશી છે એમ લખ્યું છે ને તેનાં નામ પણ આપ્યાં છે. મિ. ફાર્બ “રાસમાળા'માં કહે છે કે ગુજરાતમાં બ્રાહ્મણોની જેટલી નાતો છે તેટલી બીજા ભાગમાં નથી. બ્રાહ્મણ વાણિયાની નાની સંખ્યા તે પુસ્તકમાં પણ ચોરાશી ચોરાશી આપી છે. કવિ નર્મદાશંકર ગુજરાત સર્વ સંગ્રહમાં કહે છે કે સને ૧૮૭૨ માં જ્યારે વસ્તી પત્રક થયું ત્યારે અંગ્રેજી મુલાક, કાઠીઆવાડ કચ્છ, રેવાકાંઠા, મહીકાંઠા, ખંભાત, વડોદરા, પાલણપુર ને બીજાં સંસ્થાનોમાં થઈને બ્રાહ્મણની ૭૫ નાતે ગણાઈ છે, તેમાંથી દક્ષિણી બ્રાહ્મણની પાંચ ને હિંદુસ્તાનાની ચાર બાદ કરતાં ગુજરાતી બ્રાહ્મણોની ૬૬ નાતો છે. ને તેમાંય ૧૪ ઉતરતી પંક્તિની મનાય છે. એ પુરતકમાં તે તમામ નાનાં નામ આપ્યાં છે, તથા સને ૧૮૭૨ માં તે દરેકની કેટલી સંખ્યા હતી તે પણ આપી છે.'
પરંતુ આમાંની એ કે કલ્પના કે સંખ્યાથી હાલની વર્ણવ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિનો ચિતાર મળતું નથી. એમ કહીએ કે બ્રાહ્મણ કે વાણિયાની ચોરાશી ચોરાશી નાતે તો શું, પણ ચોરાશી ચોરાશી
૧ મી બોડેલ કૃત “જ્ઞાતિઓના ધારા ના પુસ્તકો ૨.
૨ "જ્ઞાતિ નિબંધ” પ્રકરણ ૪થું તથા ૧૦મું જુઓ. આવૃત્તિ ત્રીજી પૃષ્ટ ૨૭, ૨૮, ૨૯ ને ૫૭, ૫૮, ૫૮,૬૦, ૬૧.
૩. સને ૧૮૭૮ ની આવૃત્તિ, પુસ્તક, ૪ થું. પ્રકરણ ૧ લું. પૃ. ૫૩૪, તથા ૫૩૭.
૪. આ પુસ્તક કેએલ કૃત “ગેજીટીયર” નાં પુસ્તકો ઉપરથી તૈયાર કર્યું છે. અમે એ અસલ પુસ્તકોને પણ આશ્રય લીધે છે.
૫. ગુજરાત સર્વસંગ્રહ, કવિ નર્મદાશંકર લાલશંકર કૃત, પૃષ્ટ ૪૬-૪૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com