________________
(૨૩)
મુસલમાનોનું રાજ્ય સ્થાપન થયું. એ રાજ્યની રાજ્યનીતિ ઘણી જુલમી અને સ્વઘાતક હતી. આવી રાજ્યનીતિએ આર્યપ્રજાની થતી જતી હાનિ વધારી. આવા અવિધાના ને આવી રાજ્યનીતિના સમયમાં જાતોના તથા ધંધાદારીની નાતના ભેદ સ્થાપિત થયા. ને હાલની વ. ર્ણવ્યવસ્થાનો પાયો નંખાયો. એ પાયા ઉપર ધિમે ધિમે ઇમારત ચણાઈ ને આજે તો એક હેટી ભયંકર, ભૂલ ભૂલામણ વાળી, અગમ્ય,અને ઘણીજ હાનિકારક ઇમારત–હાલની વર્ણવ્યવસ્થા–બંધાઇ છે.
ક્યાં હાલની નાતનો ભેદ અને ક્યાં પ્રાચીન કાળની વર્ણવ્યવસ્થા ! બંનેમાં અસ્માન અને જમીન જેટલો તફાવત છે ! જે કદાપિ કોઈ ઋષિ આજે પૂર્વના જ્ઞાન સહિત આ દેશમાં આવે, ને આ દેશની હાલની નાની વ્યવસ્થા જુએ તો તેના મનમાં એમ જ પ્રશ્ન ઉત્પન્ન થાય કે આ પ્રજા પૂર્વની આર્યપ્રજાની વંશજ હશે, કે કોઈ બીજી પ્રજા હશે? ને તે પ્રશ્નનો ઉત્તર તે તે એજ આપે કે હું દેશ ભૂલેલ; આ આર્યપ્રજા ન હોય!
૧ મી. દત્તકૃત એજ પુસ્તક ૩, પૃષ્ટ ૩૦૭ ને તે પછીનાં પષ્ટ. મી. દત્ત કહે છે કે –
“The complete disintegration of the nation into numerous and distinct profession castes was sub sequent to the Moslem conquest of india and the national death of the Hindus.” પૃ. ૩૦૭
- ભાષાંતર–આર્યપ્રજાનું ઐક્ય તદન તુટયું અને તેની અગણિત તથા ભિન્ન ભિન્ન ધંધાદારીની નાતે બંધાઈ તે મુસલમાન લોકોએ હિંદુસ્તાન જીતી લીધું, તથા હિદુઓનું પ્રજાવનાશ પામ્યું ત્યારપછી થયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com