________________
(૨૨) અર્થ –કુલ કે જન્મ કે ક્રિયાથી બ્રાહ્મણ થતો નથી, ચંડાળ પણ જે વૃનવાળે (ઉત્કૃષ્ટ ગુણવાળો) હોય તે, હે યુધિષ્ઠિર, તે બ્રાહ્મણ છે.
ગુણવાન અને શીલ સંપન્ન શુદ્ધ પણ બ્રાહ્મણ થાય છે, અને ક્રિયાહીન બ્રાહ્મણ શૂદ્રથીએ હલકો થાયછે.
પરંતુ કેટલાક એમ પણ માને છે કે પુરાણોના સમયમાં વર્ણવ્યથાની સ્થિતિ કંઈક કંઈક બદલાઈ હશે, તોપણ એમ તે કહી શકાય કે હાલના જેવી સ્થિતિ તો તે કાળમાં પણ નહોતી.
એ ઉપરથી એમ સ્થાપિત થાય છે કે પ્રાચીન સમયમાં આર્યપ્રજામાં જે ચારે ભેદ ગુણકર્માનુસાર ઉત્પન્ન થયા હતા તે ભેદ હાલની જ્ઞાતિઓ જેવા અસ્વભાવિક નહતા. અને તમામ વર્ણમાં અરસપરસ ભજન વ્યવહાર તથા કન્યા વ્યવહાર હત; અને ગુણ કર્મવડે મનુષ્ય એક વ.
માંથી બીજા વર્ણમાં જઈ શકતો, અને સ્વભાવિક રીતે જે વ્યવસ્થા હેવી જોઈએ તેજ હતી. આર્ય પ્રજાના સુધારાની સ્થિતિ દહાડે દહાડે ઉતરતી ગઈ, ને પુરાણના સમયમાં ને વેદના સમયમાં ઘણો તફાવત પ. પુરાણોના કાળમાં જ્ઞાતિભેદ હાલના જેવો ઉત્પન્ન થયે નહેતો એ વાત ખરી, પરંતુ તે સમયમાં કંઇક શરૂઆત થવા માંડી હતી. પુરાણોના સમય કરતાં પણ નબળી સ્થિતિ જેમ જેમ થતી ગઈ તેમ તેમ કાર્ય કારણને વિચાર બાજુ ઉપર રહો, ને લૈકિક સ્થિતિ સ્થાપિત થઈ ગઈ. આગળ જતાં છેક અવિધાનો ને અંધાધુંધીનો વ. ખત આવ્યે, સુધરેલી આર્યપ્રજા પરતંત્રતાની ધુંસરીએ જોડાઈ, ને
૧ મી. દત્તકૃત એજ પુસ્તક ૧ લું, પુષ્ટ રહે, એજન પુસ્તક ૩, પૃષ્ઠ ૩૦૭,
૨ એજન પુસ્તક ૩, પૃષ્ટ ૧૫, ૩૧૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com