________________
(૨૧) કોણ હતાં તે માલમ પડયું નહોતું. એવી રીતે ગુપ્ત જન્મવાળા પણ વિધાના બળથી મહાઋષિ થઈ શકે છે. વળી વ્યાસ મુનિ, ખલાસી આની દીકરીને પેટ, વશિષ્ટ, વેશ્યાને પેટ, પરાશર, ચંડાળણુને પેટ, ને નારદ દાસીને પેટ જમ્યા છતાં મોટા ઋષિ થઈ શક્યા છે. એ દષ્ટાંતે જોતાં છેક નીચમાં નીચે પણ પોતાના વિધાના પરાક્રમથી ઉંચામાં ઉંચ વર્ષમાં ગયાનું જણાય છે.
એ બધા ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે કે સ્મૃતિ કાળમાં જે કે કંઈક કઈક ભિન્નતા ઉત્પન્ન થઈ, પરંતુ તે ભિન્નતા કાળે કરીને જે. ટલી થવી જોઈએ તેટલી જ હતી ને તે બિલકુલ સંખ્ત નહોતી. આમ છતાં એમ કહેવાની રજા લઈએ છીએ કે પાછળથી આપણી પડતીના સમયમાં–અવિઘાના સમયમાં–જે અસ્વભાવિક, હાનિકારક અને અવિકારી કે સ્થાયી ભેદ ઉત્પન્ન થયા તેનું કંઈક બીજ એ સમયથી રોપાયું. સ્મૃતિકાળ પછીના સમયમાં પણ એની એ વ્યવસ્થા કાયમ રહ્યાનું જણાય છે.'
नकुलेननजात्यावाक्रियाभिाह्मणोभवेत् । चंडालोऽपिहिवृतस्थोब्राह्मणासयुधिष्ठिरः ।।
महाभारत. વળી – शूद्रोऽपिशीलसम्पन्नोगुणवान्ब्राह्मणोभवेत् । ब्राह्मणोऽपिक्रियाहीनःशूद्रात्प्रत्यवशेभवेत् ॥
મહામાત. ૧ જ્ઞાતિ નિબંધ, પુષ્ટ ૧૩, ૧૪.
૨ મી. દત્તકૃત પ્રાચીન હિંદુસ્તાનના સુધારાના ઇતિહાસનું પુસ્તક ૨ જું, પૃષ્ટ ૬૯. મી. મૂરકૃત અગાઉ કહેલું પુસ્તક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com