________________
( ૨૦ ) અર્થ –ધર્માચરણથી યુક્ત વર્ણવાળા મનુષ્યને પોતાનાથી ઉત્તમ ઉત્તમ વર્ણ પ્રાપ્ત થાય છે. અને તે જે જે વર્ણને યોગ્ય હોય તે તે વર્ણમાં ગણાય છે.
તેજ પ્રમાણે અધર્માચરણથી યુક્ત ઉત્તમ વર્ણવાળા મનુષ્યને પિતાનાથી ઉતરતી ઉતરતી વર્ણ પ્રાપ્ત થાય છે, ને તે જે જે વર્ણને
ગ્ય હેય તે વર્ણમાં ગણાય છે. આવાં માત્ર વચને જ છે એમ નહિ, પરંતુ એ વચને પ્રમાણે હલકા વર્ણના માણસે ઊંચ વર્ણમાં પિતાના ગુણકર્મથી ગયેલા, તે વર્ણમાં ખપેલા, ને મોટા માનને યોગ્ય થયેલાનાં દષ્ટાંત પણ મળી આવે છે. જેમકે –
જનક, ક્ષત્રિય છતાં વિદ્યાના પરાક્રમથી બ્રાહ્મણ થયા. (શતપથ બ્રાહ્મણ ૧૧, , ૨, ૧) ઇલુશાના પુત્ર કવશ દાસી પુત્ર છતાં ઋષિ થયા હતા. (ઐતરેય બ્રાહ્મણ ૨, ૧૮) સત્યકામ જબાલ દાસીપુત્ર છતાં બ્રાહ્મણ થયા હતા. (છાન્દોગ્ય ઉપનિષદ્ ૪,૪) એજ ઉપનિષમાં (૪૨) એક બીજી વાત એવી છે કે રેવ નામના બ્રાહ્મણે જાન કૃતિ પુત્રાયન નામના શકને વિદ્યા શીખવાડી અને તેની છોકરીને પિતાની સ્ત્રી તરીકે સ્વિકારી, વિશ્વામિત્ર, બ્રાહ્મણ કે ક્ષત્રિય ન છતાં વેદમાં
ષિ ગણાયા છે. શિવાય ઇંગિ ઋષિ, મુગલીથી, કૌશિક ઋષિ, દ“ના તૃણમાંથી, શોતમ સસલાથી, વાલ્મિક રાફડામાંથી, દેણુચાર્ય પડીમાંથી ઉત્પન્ન થયા એવી એ મહા ઋષિઓની ઉત્પત્તિ આપેલી છે. આવી અસંભવિત ઉત્પત્તિ ઉપરથી જણાય છે કે એ ઋષિઓનાં માબાપ
૧ સિદ્ધાંત સાર, પૃષ્ઠ ૫૭. ૨ મી. દત્તકૃત એ જ પુરતક ૧લું, પૃષ્ટ ૨૪૧, ૨૪૨, ૨૪૫. ૨ એજ પુસ્તક, પૃષ્ઠ 2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com