________________
( ૧૪ ) શબ્દ વેદમાં વિશેષણ તરીકે વાપરેલો છે, ને તેને અર્થ મજબુત” થાય છે. તે જ પ્રમાણે “વિપ” શબ્દ પણ વેદમાં વિશેષણ તરીકે વાપરેલો છે, ને તેનો અર્થ ડાહ્યા થાય છે વૈશ્ય શબ્દમાં વિશ ધાતુ છે, તેને અર્થ એડવું થાય છે ને “શુદ્ર એટલે હલકું. આ ઉપરથી ભેદેનાં જે નામો પડયાં તે પણ ગુણ કર્મ ઉપરથી પડયાનું સ્પષ્ટ જણાય છે.
એવી રીતે શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ કે પુરાણે જે નિષ્પક્ષપાત પણે શાન્તિથી, ને નિર્મળ મનથી તપાસીએ, કે યુક્તિથી વિચાર કરીએ, કે આર્ય પ્રજાના ભેદ બતાવવાજે શબ્દ વપરાયા છે તેમની તથા એ વર્ગોનાં જે નામો પડયાં તે શબ્દોની વ્યુત્પત્તિ ધ્યાનમાં લઈએ તે એમ જ જણાઈ આવે છે કે પૂર્વે આર્યોની એકજ જાતિ હતી; અને પાછળથી માત્ર વર્ણ તથા ગુણ કર્મ વડે તેના ચાર વિભાગ થયા, પણ કાંઈ જન્મના કારણથી થયા નહોતા. ૨
વળી હાલની ગુંચવણ ભરેલી વર્ણવ્યવસ્થાને કોઈ પણ આ ધારવાળા ગણતા સંસ્કૃત ગ્રથને ટેકે નથી, એ પણ નિર્વિવાદ પણે સિદ્ધ થાય છે, એટલે હાલની જે વર્ણવ્યવસ્થા છે તે આર્ય પ્રજાના સુધારાને સમય વિત્યાબાદ સેંકડો વર્ષે બંધાયાનું અનુમાન થાય છે.
૧ મી. દત્ત કૃત એજ પુસ્તક ૧ લું, પૃષ્ટ ૮૮, ૨ મી. દત્ત કૃત એજ પુસ્તક ૧, પૃષ્ટ ૨૩૫-૨૩૬. ૩ મી. દત્તકૃત એજ પુસ્તક ૧, પૃષ્ઠ ૨૩૭, ૨૩૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com