________________
( ૧૩ ) अश्रेयान् श्रेयसीजातिगच्छत्यासप्तमायुगात् ॥
મનુસ્મૃતિ, ૫. ૨૦, ૬૪. અર્થ-બ્રાહ્મણ વર્ણથી શીને પેટ જે પ્રજા ઉત્પન્ન થાય તે પ્રજામાંની સ્ત્રીઓનું બીજા બ્રાહ્મણો સાથે લગ્ન થાય તે સાતમી પેઢીએ નીચ વર્ણ શ્રેષ્ઠ વર્ણના પદને પામે છે. એટલે ઉંચ વર્ષમાં જન્મ ઉપર કરો આધાર નહતો. એ “જાતિ” શબ્દ ઉપરથી “નાતિ” કે “નાત રાબ્દિ સાધિત થયા હોય એમ અનુમાન થાય છે. હાલ આપણે વળી “જ્ઞાતિ” શબ્દ વાપરીએ છીએ. એ શબ્દ પ્રાચીન ગ્રંથોમાં વપરાયો હોય એમ જણાતું નથી. કદાપિ જાતિ શબ્દ ઉપરથી એ શબ્દ વપરાયો હોય. એમાં “' ધાતુ છે, તેને અર્થ જાણવુંએળખવું થાય છે, તે ઉપરથી “જ્ઞાતિ' એટલે ઓળખીતાઓ–એક ધંધાવાળાઓ-નું ટોળું— મંડળ એવી સૂચના થાય છે.
જેમ શાસ્ત્રોમાં ચાર ઉંચ વર્ણ શિવાય બીજી ધંધાદારીઓની હલકી જાતિઓ બતાવી છે, તેમ વેદમાં પણ છે, એટલે એવી છેક હલકી જાતિઓ પ્રથમથી ચાલી આવે છે. પરંતુ એથી ચાર ઉંચ વર્ણની સ્થિતિમાં તથા તે વિશે જે કહેવામાં આવ્યું છે તેમાં કંઈ ફેર પડતો નથી. જે ભેદ પડયા તે બતાવવાને જે શબ્દ વપરાયા છે તેની વ્યુત્પત્તિ એવી છે, એટલું જ નહિ પણ જે વર્ગ થયા તેનાં જે નામે પડયાં તે શબ્દોની વ્યુત્પત્તિ ઉપરથી પણ એનું એજ અનુમાન થાય છે. બ્રાહ્મણ શબ્દનો અર્થ બ્રહ્મને જાણનાર થાય છે ને ઋવેદમાં મંત્ર બનાવનારાને એ નામથી અનેક જગાએ લખ્યા છે. ક્ષત્રિય
૧ મી. દતકૃત એજ પુસ્તક ૧ લુ, પૃષ્ટ ૨૩૮.
એજન પુસ્તક ૩ જું, પુષ્ટ ૧૫૧, ૧૫૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com