________________
વિભાગ ૧ લો.
પ્રાચીન કાળ.
પ્રકરણ ૨ જે. ભિન્ન ભિન્ન વર્ષોમાં પરસ્પર ભજન
૭યવહાર તથા કન્યા વ્યવહાર પહેલા પ્રકરણમાં બતાવ્યા પ્રમાણે વર્ણ તથા ગુણ કર્મ ઉપરથી આર્યપ્રજાના ચાર ભેદ ઉત્પન્ન થયાનું જણાય છે. સ્વભાવિક રીતે એવા ભેદથી એક આર્યપ્રજાની ત્રણ કે ચાર પ્રજા થઈ જાય એ માનવું બુદ્ધિથી વિરૂદ્ધ છે, ને શા જોતાં તેમ થયું પણ જણાતું નથી. એવી વ્યવસ્થા ચાલી જણાય છે કે ગુણકર્માનુસાર ભેદ પડયા, પરંતુ ભજનવ્યવહાર કે કન્યાવ્યવહારને પ્રતિબંધ થવો ન જોઈએ તે પ્રમાણે થયે નહોતે. ઘણા કાળે એ વ્યવસ્થા કંઈક બદલાઈ છે, મનુષ્ય સ્વભાવ પ્રમાણે જે ઉંચા ગણાયા તેઓ પછી પોતાનાથી જેમને હલકા ગણે તેમની સાથે આવા વ્યવહાર પાડતાં શરમાય છે. સ્થિતિ ઉપરથી કંઈક અભિમાન ઉત્પન્ન થાય છે; ગુણ કર્મને અને ઉંચા નીચા ભેદ રહો, એટલે રહેણી કરણી, તથા રીત ભાતમાં પણ ભેદ પડે છે ને એ ભેદથી નીચા ગણાતાઓને માટે એક જાતની છીટ દાખલ થાય છે. આ અભિમાન અને છીટ સચવાય એવા નિયમ પાછલથી મનુસ્મૃતિના સમયમાં સ્મૃતિકાળમાં–બંધાયાનું જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com