________________
( ૨ ). સૃષ્ટિમાં સર્વ જગત બ્રાહ્મ છે, તેમાં કમ વડે જાતિ થઈ છે.
આ શ્લોકથી એવી સૂચના થાય છે કે બ્રહ્માએ ઉત્પન્ન કરેલાં સર્વ મનુષ્યો સરખાં છે, ને તેમનામાં કશે વર્ણભેદ નથી; વર્ણભેદ તે માત્ર કર્મવડે જ ઉત્પન્ન થયો છે. એ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે મનુષ્ય માત્રની એક જાતિ એ સ્વભાવિક સ્થિતિ અને તેની ભિન્ન ભિન્ન જાતિઓ એ મનુષ્ય કૃત સ્થિતિ છે એમ આર્ય પ્રજા માનતી હતી, એટલે વર્ણભેદ સ્વભાવથી કે જન્મથી નથી, ઈશ્વર દત નથી, ને “આ બ્રાહ્મણ, વાણિયાનું ખેળીયું ઈશ્વરે આપ્યું છે, એમ પણ નથી, પરંતુ તે તે માત્ર ગુણ કર્મની અનુકુળતાથી જન્મ પછી પ્રાપ્ત થાય છે.
नयोनि पि संस्कारो न श्रुतं नच सन्ततिः । कारणानि द्विजत्वस्य व्रतमेवतु कारणम् ॥
! મહાભારત રત્ત પર્વ છે. અર્થ-દ્વિજવ (બ્રાહ્મણપણું, ક્ષત્રિયપણું ને વૈશ્યપણું)પ્રાપ્ત થવાનું કારણ નિ (અમુક નિથી ઉત્પત્તિ)નથી, સંસ્કાર નથી, કૃત (વેદ પાઠ) નથી, ને સંતતિ પણું નથી, પરંતુ તે થવાનું કારણ તે વ્રત (સદાચરણ) છે. जन्मना जायते शूद्रः संस्काराद् द्विज उच्यते ॥
ચાપતન ધર્મસૂત્ર | અર્થ-જન્મથી શુદ્ધ જન્મે છે, ને સંસ્કારથી દિજ (બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્ય) કહેવાય છે.
યુક્તિ અને તર્કથી વિચારી જોતાં મનુષ્યની જે સ્થિતિ હોવાનું અનુમાન થાય છે તે જ સ્થિતિ ઘણું પૂર્વ કાળમાં આપણા દેશમાં હતી. સૃષ્ટિમાં મનુષ્ય પ્રાણીના વર્ગમાં જે સ્વભાવિક ભેદ છે તે સ્પષ્ટ રીતે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com