________________
( ૩ ) પણ ધ્યાનમાં આવે છે. સ્ત્રી અને પુરૂષમાં ઘણીક સ્વભાવિક ભિન્નતા દીઠામાં આવે છે. તેથી મનુષ્ય જાતમાં સ્વભાવથી કે જન્મથી તો સ્ત્રી અને પુરૂષ એવા બેજ ભેદ છે એમ સિદ્ધ થાય છે. શું સ્ત્રી અને પુરૂષમાં જેવા ભેદ જોવામાં આવે છે તેવા એક બીજાને ઓળખી કાઢવાને કંઈ ભેદ એક બ્રાહ્મણ કે એક વાણિયામાં જોવામાં આવે છે ? બિલકુલ નહિ. કશે પણ ભેદ કયાં છે? ત્યારે બ્રાહ્મણની કે વાણિયાની જાતિ સૃષ્ટિના સુજાવનારે ઉત્પન્ન કરી છે અથવા મનુષ્યને જન્મથી પ્રાપ્ત થાય છે એમ કહેવાને પણ શો આધાર કે પૂરાવછે? કંઈજ નહિ, એમ કબુલ કર્યા સિવાય છુટકો નથી.
એ વાત ખરી છે કે મનુષ્યના એકાદ મોટા જથામાં કાળાંતરે ગુણ કર્મ અને એવાં બીજાં કારણોથી ભેદ પડે છે. મળતા ગુણના કે મળતા કર્મના માણસે એક બીજાના સહવાસમાં આવે છે, તેથી એક બીજાને ઓળખાણ થાય છે. મનુષ્ય સ્વભાવિક રીતે સંસારિક કે વ્યવહારિક કાથી ઓળખીતાઓમાં પાડે છે. એમ કરતાં કરતાં કાળાંતરે તેમને એક જ-વર્ગ-જાતિ-જ્ઞાતિ બંધાય છે. એ નિયમ પ્રમાણે આર્યપ્રજામાં બને એ સ્વભાવિક છે. કાળે કરીને ગુણ કર્મ ઉપરથી તેમનામાં વર્ણભેદ ઉત્પન્ન થયા. એમ જણાય છે કે પ્રથમ આર્યપ્રજા જ્યારે આ દેશમાં આવી ત્યારે અત્રેના અસલી રહીશો હતા તેમને વર્ણ-રંગ-આર્ય પ્રજાના વર્ણરંગથી જુદે, એટલે પ્રથમ વર્ણ-રંગ-ઉપરથી બે ભેદ ઉત્પન્ન થયા, ને બે વર્ણ બંધાઈ. એક વર્ણ આર્ય પ્રજાની ને બીજી અનાર્ય પ્રજાની થઈ. એ અનાર્ય પ્રજામાંથી જેઓ આર્ય પ્રજાના સં. બંધમાં આવ્યા તેઓ શુદ્ર ઠર્યા; ને ગુણ કર્મથી આર્યપ્રજાના-જિ
૧ મી. દત્ત કૃત પુસ્તક ૩, પૃષ્ઠ ૩૦૮. મુંબાઈ ઈલાકાને સને ૧૮૮૧ ની સાલના વસ્તિપત્રકને રીપોર્ટ, ભાગ ૧, પૃષ્ટ ૧૪૩, ૧૪૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com