________________
(૧૧૨) સારિક સ્થિતિના છે, અર્વાચીન જ્ઞાતિનાં બંધનો અનિષ્ટ છે એમ ઘ. ણાક સુત્ત જનોને આજ સેંકડે વર્ષથી લાગ્યું છે એ આદિ બાબતો વિશે અત્રે વિસ્તારથી વિવેચન કર્યું. એ ઉપરથી અમારા વાંચનારાએની ખાત્રી થઈ હશે કે હાલ જે જે નાતમાં ભાણું વ્યવહાર છે તે તે નાતોમાં કન્યા વ્યવહાર ન કરવાને જે રિવાજ છે તે તદન પાયા વગરને છે. તેને પ્રાચીનું શાસ્ત્રોને, કે પ્રાચીન વર્ણવ્યવસ્થાને ટેકે નથી, તેને અર્વાચીન વર્ણવ્યવસ્થા સ્થાપિત થવાનાં જે જે કારણે છે તેને પણ ટકે નથી, તેને યુક્તિ વિચારને ટેકો નથી, ને ટુકામાં તે તદન અકારણ માલમ પડે છે. તે રિવાજ અકારણ છે, તેની સાથે હાનિકારક છે એમ પણ બતાવામાં આવ્યું છે. ત્યારે હવે એવા અને કારણ, હાનિકારક અને અનિષ્ટ રિવાજને આપણે કયાં સુધી વળગી રહેવું ! એ રિવાજથી આપણું સંસારિક સ્થિતિની અનેક પ્રકારે હાનિ થઈ છે, ને કંઈપણ લાભ થયો નથી. આપણું સંસાર-સુખ વણસે, આપણું લગ્ન વ્યવસ્થા નુકશાનકારક થઈ પડે એવા કેટલા રિવાજો દાખલ થયા છે, તે પણ વિચાર કરતાં જણાઈ આવે છે. શિવાય રાજકીય સ્થિતિની પણ હાનિ થઈ છે. આપણું પ્રજાત્વ નાતેના અનેક ભેદથી નાશ પામ્યું ને એક પ્રજાની અનેક પ્રજાઓ થઈ છે! આ પણે તે કુવાના દેડકા થઈ ગયા છીએ, આપણુથી વતન છોડી ધં. ધાને અર્થે કે કોઈપણ કારણને અર્થે જઈ શકાતું નથી, ને જઈએ તો એટલી અડચણ પડે છે કે ફરી જવાનું મન થાય નહિ. એથી અન્ય દેશો વ્યાપાર રોજગારમાં, પૈસે ટકે, સંસાર-સુખમાં, ને રાજકીય સ્થિતિમાં આગળ દોડી ગયા ને આપણે તે ઘણું પાછળ પડી ગયા. હજી પણ વખત છે ને તેને જેમ વહેલો લાભ લઈશું તેમ વધારે ફાયદો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com