________________
વિભાગ ૫ મો.
– – પ્રકરણ ર .
વિનતિ. આ દેશમાં આર્ય પ્રજામાં વર્ણની ઉત્પત્તિ પ્રથમ પ્રજાભેદને લીધે થઈ, ત્યાર પછી ગુણકર્માનુસાર ચાર વર્ણ બંધાયા, તે વખતે ભોજન વ્યવહાર તથા કન્યા વ્યવહારના પ્રતિબંધ હાલના જેવા નહતા. ત્યાર પછી ધિમે ધિમે અનેક કારણોથી વર્ણવ્યવસ્થા બદલાઈ ને જતિભેદ બંધાયા. વખત જતાં તે ભેદો સ્થાપિત થયા ને હાલની વણવ્યવસ્થા બંધાઈ હાલ જ્ઞાતિભેદને આધાર જન્મ ઉપર તથા કન્યા વ્યવહાર ઉપર છે, ને ધર્મ સાથે તેને સંબંધ માનવામાં આવે છે; વળી એ જ્ઞાતિઓની પેટા નાતે થઈ, તે પેટા નાતોની પાછી પેટા નાતો ને તેનાય નાના નાના વાડા કન્યા વ્યવહારના સંબંધમાં થયા છે; ને હજી પણ તેવા વાડા ને વાડામાંથી વાડોલીયાં થતાં જ જાય છે; હાલની વર્ણવ્યવસ્થામાં ભોજન વ્યવહાર તથા કન્યા વ્યવહારના પ્રતિબંધ કેવા છે, તેમાં કેટલીક નાતેમાં ભાણું વ્યવહાર છતાં કન્યા વ્યવહાર નથી, ને તેમ ન હોવાથી કેવાં કેવાં માઠાં પરિણુમ થયાં છે, તથા કેવા કેવા હાનિકારક રિવાજો દાખલ થયા છે, એ પ્રતિબંધ કાઢી નાંખવાની અગત્ય છે, ને તે કાઢી નાંખવા શાશા ઉપાય લેવા જોઈએ; આપણા દેશમાં હાલ જેવી વર્ણવ્યવસ્થા છે તેવી પૃથ્વીના પડ૫ર કોઈપણ પ્રજામાં નથી, બીજી પ્રજાઓમાં જે જે છે તે માત્ર સં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com