________________
(૧૧૩)
જ્ઞાતિ બંધનના મહેટા પ્રશ્નને, રટી ત્યાં બેટી કેમ નહિ, એ એક પેટા ભાગ છે. હેટા પ્રશ્નના લાભાલાભ વિશે વિસ્તારથી બોલવાની આ જગા નથી, તેથી એટલું જ કહીને સંતોષ પામીશું કે જ્ઞાતિ બંધનથી હિંદુસ્તાનની સર્વ પ્રકારે પડતી થવામાં કંઈ ઓછી મદદ મળી નથી. અલબત મિથ્યાભિમાનને લીધે કેટલાકને એ સિદ્ધાંત રૂચશે નહિ, પરંતુ આપણે જે પ્રજાની એળમાંથી નીકળી ગયા ને આપણું રાજકીય મોત થયું તે બધાને દેષ જ્ઞાતિ બંધનેને માથે છે જે કેળવણીને પ્રસાર ન થયો હોત, ને રેલવે તથા તાર આદિ ન હોત તે બંગાલી, મદ્રાસી, દક્ષિણ, ને ગુજરાતી એ બધા એક પ્રજા છે એમ એક બીજાને ઓળખાણ પણ શેનું થાત! બંગાલી બંગાલીને ઠેકાણે, મદ્રાસી મદ્રાસીને ઠેકાણે, દક્ષિણ દક્ષિણીને ઠેકાણે, ને ગુજરાતી ગુજરાતીને ઠેકાણે રહેત! પાછી ગુ. જરાતી પણ ક્યાં એક પ્રજા છે! તેની કેટલી પ્રજાઓ કહેવી! કદાપિ નાતે એટલી કહીએ તો શું ખોટું ને કેળવણુને પ્રસાર, રેલવે તથા તાર છતાં પણ પ્રજાનું ઐક્ય કયાં થયું! ઐક્યનાં સાધને પ્રાપ્ત થયાં, ને બહુ તે એક્યની બુદ્ધિ પ્રાપ્ત થઈ, પણ એક્ય ક્યાં થયું! એ થવામાં શું આડે આવે છે? એ પ્રશ્નને ઉત્તર દેવાનું અમારા વાંચ નારાઓને જ પીએ છીએ. હિંદુઓના તત્વજ્ઞાનની અને ધર્મ બુહિની વાત કરતાં એમ કહેવામાં આવે છે કે પ્રિસ્તિ ધમની પ્રજાએમાં બધુભાવને ઉપદેશ છે, ને આપણુ આર્ય લોકોમાં તે આત્મભાવને ઉપદેશ કરવામાં આવ્યો છે, એટલે અન્ય પ્રજાએ કરતાં આપણું જ્ઞાન આ બાબતમાં અધિક છે. અલબત તેમાં તે
ના” વિષે ઇગ્રેજી નિબંધ, પુષ્ટ ૫૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com