________________
(૯૫) ગણાતો હોય તે પૈસે કે પદી મેળવી શકે છે, ને ઊચે થઇ શકે છે, ને એ પ્રમાણે ઉચો થયો એટલે તો ઉંચા ગણાતાઓમાં કન્યા આપી લઈ શકે છે. વળી બ્રાહ્મણ જેમ વાણિયા કે કણબીની કન્યા લેવાથી વટલાય છે, તેમ બીજી પ્રજાઓમાં નથી. ઉંચો ગણતો માણસ કદિ નીચા ગણાતામાંથી કન્યા લાવે છે તે વટલા નથી; ફક્ત તેની ચર્ચા તથા નિ ઘા થાય છે. એ રીતે હિંદુ સિવાયની પૃથ્વી પરની તમામ પ્રજાઓમાં કન્યા વ્યવહારની બાબતમાં પણ ફક્ત સંસારી સ્થિતિ પ્રમાણે ભેદ ગણવામાં આવે છે. વખતે તેઓ પિતામાંથી તે ગમે તેની સાથે કન્યા વ્યવહાર પાડી શકે છે, એટલું જ નહિ પણ બીજી પ્રજાઓ સાથે પણ કન્યાવ્યવહાર પાડતાં હરકત ગણાતી નથી. એક મુસલમાન કોઈપણ મુસલમાનની કન્યા તે લાવી શકે જ; પણ તે અંગ્રેજ, ફેન્ચ કે બીજી કોઈપણ પ્રજામાંથી કન્યા લાવે કે કોઈપણ પ્રજામાં કન્યા આપે તે બાધ ગણાતો નથી. એ જ પ્રમાણે એક ઈગ્રેજ, ગમે તો મુસલમાન, હિંદુ, ફ્રેન્ચ, જર્મન કે કોઈપણ જાતની કન્યા લાવે કે કોઈપણ જાતમાં કન્યા આપે છે તેમ કરી શકે છે.
આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે પૃથ્વી પરની કોઈપણ પ્રજામાં આપણા જેવી અને આપણું જેટલી નાતો નથી, આપણુ જેવા ભેજન વ્યવહારના કે કન્યા વ્યવહારના પ્રતિબંધ નથી, આપણી પેઠે કંઈ વટલાવાનું નથી,અને આપણી પેઠે ભેદને આધાર જન્મ ઉપર કે ધર્મ ઉપર નથી, અને જે ભેદ છે તે સંસારી સ્થિતિના છે તથા તે આપણા જેવા અવિકારી અને સખત નથી!
૧ સિદ્ધાંત સાર, પૃષ્ટ ૫૮ની પહેલી ટીકા; તેમાં કહ્યું છે કે “બીજા કોઈ દેશોમાં આવી કુલ જાત્યાદિ વ્યવસ્થા જણાતી નથી;પણ સર્વ દેશોમાં, હાલ પણ, બધા લેક એક જેવા છતાં, અમુક અમુક વર્ગ માનેલા હેય છે, ને ખાવું પીવું કન્યા વ્યવહાર ઇત્યાદિ તેટલી સિમામાં જ થાય છે. જરૂર પડતાં એસિમા તોડવામાં બાધ ગણાતું નથી એટલુંજ સવિશેષપણું છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com