________________
વિભાગ ૪ થો.
પ્રકરણ ર .
મુકાબલે. આપણે પ્રાચીન આર્યોની વર્ણવ્યવસ્થાની સ્થિતિ જોઈ આપણે આપણા દેશની હાલની જ્ઞાતિભેદની સ્થિતિ જોઈ, ને આપણે અન્ય પ્રજાઓના ભેદોની સ્થિતિ પણ જોઇ, તે ઉપરથી આપણું વર્ણવ્યસ્થાની સ્થિતિને મુકાબલો પ્રાચીન આર્યોની વર્ણવ્યવસ્થાની સ્થિતિ સાથે તથા હાલમાં અન્ય પ્રજાઓના ભેદે સાથે સહેલાઈથી થઈ શકશે. પ્રથમ તો એ વાત નિર્વિવાદ છે કે આપણા દેશમાં, ને વિશેષ્ય કરીને ગુજરાતમાં જેવી ને જેટલી નાતે છે, તેવી ને તેટલી નાતે પ્રાચીન આર્યોમાં નહતી, અને અર્વાચીન સમયમાં પૃથ્વીના પડ પરની બીજી કોઈપણ પ્રજામાં નથી. જ્યારે આવી વર્ણવ્યવસ્થા પ્રાચીન સમયમાં આપણું જ પૂર્વજોમાં જોવામાં નથી આવતી, ને હાલના સમયમાં અન્ય પ્રજાઓમાં જોવામાં નથી આવતી, ત્યારે હાલ આપણામાં એવી વ્યવસ્થાથી જે જે હાનિ ઉત્પન્ન થઈ છે, તે હાનિઓ પણ પ્રાચીન કાળના આયમાં કે અન્ય દેશની આધુનિક પ્રજાઓમાં નહેય એ સ્વાભાવિક છે.
પ્રાચીન આ પ્રથમ આપણે હાલની વર્ણવ્યવસ્થાની સ્થિતિને આપણું જ દેશની અને આપણું જ પૂર્વજોની વર્ણવ્યસ્થાની સ્થિતિ સાથે મુકાબલો કરીએ. એ મુકાબલો બહુ બોધક છે અને આપણા મનની અનેક સુવૃતિઓ જાગ્રત કરે છે. વખતે હાલની વર્ણવ્યવસ્થા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com