________________
(૯૪)
ઊંયને ઊંચજ રહે છે, એટલે ભાણા વ્યવહારનો ભેદ તે પૃથ્વી પરની હિંદુ શિવાયની કોઈપણ પ્રજામાં નથી, તેમ પૃથ્વી પરની કે ઈપણ પ્રજા વટલાવાનું સમજતી નથી. માણસ માણસનું ખાધાથી વટલાય છે, એ વિચાર કેટલીક પ્રજાના તે સમજવામાં પણ આવી શકતો નથી. આપણે આવા વિશેષ્ય પ્રતિબંધને લીધે બીજી પ્રજા એમાં આપણી “નાત” એ કહેવત રૂપ થઈ પડી છે, એટલે નાત કહેવામાં આવે ત્યારે બીજી કોઈ પ્રજાની નહિ પણ હિંદુ પ્રજાની જ સમજવી. બીજી પ્રજાઓમાં એ પ્રમાણે જ્યારે ભેદ–કેમકે તે નાત નથી–ને આધાર સંસારિક રિથતિ ઉપર છે, ત્યારે હિંદુ પ્રજાની નાતેને આધાર ધર્મ ઉપર છે.
કન્યા વ્યવહાર –હિંદુ શિવાયની બીજી પ્રજાઓમાં જે ભેદો છે તે ઘણું કરીને કન્યા વ્યવહારના સંબંધમાં પાળવામાં આવે છે, તે પણ તે ભેદ આપણા જેવા અવિકારી નથી. એક અ ગ્રેજ રાજ કુટુંબને માણસ કે અમીર કોઈ ખેડુતની છોકરી સાથે પરણતે નથી, ને પરણી શકતા પણ નથી. એ પ્રમાણે બીજી પ્રજાઓમાં પણ કન્યા આપવા લેવાની બાબતમાં સ્થિતિ, સત્તા, પઠી, ને ધં. ધાને અનુસરીને ભેદ રાખવામાં આવે છે. કેટલાક દેશોમાં આવા ભેદે વચ્ચેનું અંતર દિન પ્રતિદિન વધતું જ જાય છે, ને કોઈ કોઈ ઠેકાણે તે એટલું વધ્યું છે કે તે હાનિનું એક કારણ થઈ પડયું છે. એમ છતાં પણ તે ભેદ આપણું જેવા નથી. આપણામાં તે બ્રાહ્મણ અને વાણિયા વચ્ચે ગમે તે કારણ હોય પણ કન્યા વ્યવહાર કદિ થઈ શકે જ નહિ. પરંતુ બીજી પ્રજાઓમાં તે જે નીચે
૧ પ્રસ્તાવનામાં કહેલું કેસ્ટ' નામને અંગ્રેજી નિબંધ, પૃષ્ટ ૨,૩.
૨ ચીસ કામ એ જર્મન વર્કશોપ, પુસ્તક ૨, પૃષ્ટ ૩૫૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com