________________
(૯૨)
અન્ય દેશોમાં વર્ણવ્યવસ્થાની સ્થિતિ–આ દેશની હાલની વર્ણવ્યવસ્થાની સ્થિતિ આપણે જોઈ, હવે પૃથ્વી પરના બીજા દેશની પ્રજાઓની વર્ણવ્યવસ્થા સંબંધી કંઈક વિવેચન કરવાની જરૂર છે. આપણું દેશના જેવી વર્ણવ્યવસ્થા પૃથ્વીના પડપર કોઈ દેશમાં નથી.' મનુષ્ય પ્રાણીના એકાદ મોટા જથામાં–એકાદ પ્રજામાં જુદાં જુદાં કારણોથી ભેદ પડે છે ખરા; તે પ્રમાણે પૃથ્વી પરની બીજી પ્રજાઓમાં પણ ભેદ પડ્યા છે. એ ભેદને આધાર કંઈ જન્મ ઉપર નથી, પરંતુ માણસની સંસારિક સ્થિતિ ઉપર છે; એટલે પૈસાને લીધે, પદીને લીધે, ધંધાને લીધે, ઊંચ, નીચના ભેદ ગણવામાં આવે છે, પરંતુ અમુક પ્રજામાં અમુક વર્ગની એક નાત, અમુક બીજા વર્ગની બીજી નાત, એ પ્રમાણે જુદી જુદી નાતો નથી. આપણા જ દેશમાં મુસલમાન તથા પારસી છે. યુરોપમાં અંગ્રેજ, ફેન્ચ, જર્મન, રૂશ આદિ જાઓ છે, તે કોઈમાં બ્રાહ્મણ, વાણિયાની નાત જેવું નથી તે પછી તેમની પેટા નાતે જેવું તે ક્યાંથી જ હોય! મુસલમાનોમાં કેટલાક સૈયદ, પઠાણ, શેખ, મેગલ આદિ નામથી ઓળખાતા જુદા જુદા વગી છે; પારસીમાં તો એવા પણ ભેદ નથી. તેઓમાં તે માત્ર પૈસે ટકે સારી સ્થિતિવાળા અને ગરીબ સ્થિતિવાળા, એવા બે ભેદ કહીએ તે કહી શકાય. ઈગ્રેજો, ફેન્ચ, જર્મન અને રૂશ આદિ પ્રજાઓમાં પણ એ જ પ્રમાણે છે. ફેર માત્ર એટલે જ કે તે સર્વ પ્રજાઓમાં પિતાનું રાજ્ય છે એટલે તેમનામાં પદ્દીને કારણથી એક વર્ગ જુદો પડેલ હોય છે, ને તે વર્ગ પિતાનાથી ઉતરતા વગાથી છેક નિરાળ રહે છે, એટલે ત્યાં ભેદ છે એમ આપણને માલમ પડે છે તે પણ તે ભેદ અને આપણા ભેદમાં તે અસ્માન અને જમીન વચ્ચે જેટલું અંતર છે તેટલું અંતર છે.
૧ મીદત્તને ગ્રંથ, પુસ્તક ૧ લું, પૃ૪ ૨૩૩, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com