________________
(૯૧)
તે દક્ષિણ બ્રાહ્મણોના માત્ર ત્રણ વર્ગ છે એમ કહી એ તે ચાલે. એ પ્રમાણે દક્ષિણમાં કન્યા વ્યવહારના ક્ષેત્રો આપણું જેટલાં નાનાં નાનાં નથી, તેથી તેમનામાં કન્યા વ્યવહારની બાબતમાં આપણા જેટલી અને ડચણ ન હોય એ પણ સ્વભાવિક છે. આપણું લોકોને કન્યા આપવા લેવા માટે જ્યારે વતન ખોળવું પડે છે, ત્યારે દક્ષિણુંઓ ને તેઓ
જ્યાં વસે ત્યાં તે બાબતની સુગમતા થતાં વાર લાગતી નથી. એ વેના નામ ઉપરથી જ જણાય છે કે તે ભેદો સ્થળ પર થયા છે. દક્ષિણમાં એકંદર નાતો દેટસ છે એવી ગણતરી કરવામાં આવી છે. બંગલામાં હિંદુઓની જુદી જુદી સે નાતો છે, અને મને કાસમાં પણ મુદલીયાર, નયડુ આદિ જુદી જુદી નાતો છે, ને તે નાતેના પાછા પેટા વિભાગો પણ છે. મી. શેરીંગ નામના અંગ્રેજ ગ્રંથકારે આખા હિંદુસ્તાનમાં બ્રાહ્મણોની બે હજાર નાતો છે એવી ગણતરી કરી છે. આખા હિંદુસ્તાનમાં નાનો આધાર જન્મ ઉપર છે, ને તે ભાણું વ્યવહાર તથા કન્યા વ્યવહારના સંબંધમાં પાળવામાં આવે છે જુદી જુદી નાતે એક બીજા સાથે ભાણું વ્યવહાર રાખતી નથી, તેમ કન્યા વ્યવહાર પણ રાખતી નથી, ને જ્યાં પેટા નાતે છે ત્યાં પેટા નાતો પણ અરસ્પરસ કન્યા વ્યવહાર રાખતી નથી. એવી આખા હિંદુસ્તાનમાં હિંદુ પ્રજાની વર્ણ વ્યવસ્થાની સ્થિતિ છે.
૧ મી. સ્ટીલકૃત “લા એન્ડ કસ્ટમ આવ હિંદુ કેસ્ટસ”નામનું પુસ્તક, પ્રસ્તાવના, પૃષ્ટ ૧૩.
૨ મી દત્ત કૃત પુસ્તક ૩, પૃષ્ટ ૧૫૩. એ ગ્રંથમાં એ નાતોનાં નામ પણ આપ્યાં છે.
- ૩ “હિંદુ ટ્રાન્સ એન્ડ કેસ્ટમ ” નામના ગ્રંથમાં. “કેરું નામને અંગ્રેજી નિબંધ, પૃષ્ટ ૨૦ જુઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com