________________
( ૮ ) ૧૧ “મનુસ્મૃતિનું ભાષાંતર, ક રા. ઝવેરીલાલ ઉમીયાશંકર યાજ્ઞિક ૧૨ “
દિતિ નિરૂપણ, કર્તા રા. પ્રાણુગાવિંદ રાજારામ. ૧૩ સત્યાર્થ પ્રકાશ, શ્રીમદયાનંદ સરસ્વતી સ્વામિ વિરચિત. ૧૪ “સિદ્ધાંત સાર, જનાર રા. મણિલાલ નભુભાઈ દ્વિવેદી. ૧૫ “સુદર્શનને વધારે.”
એ શિવાય બીજા કેટલાક ગ્રનો આશ્રય તથા આધાર લીધે છે. આ પુસ્તક સારું કરવા એ પ્રમાણે બનતે શ્રમ લેવામાં આ
વ્યા છે, તે શ્રમ કેટલે દરજે પાર પડે છે તેની તુલના કરવાનું વાંચનાર વિદ્વાનોને સોંપીએ છીએ.
છેવટ કહેવાનું એ છે કે આ એક નિબંધથી કંઈ જોઈએ તેટલું ફળ થવાની આશા રાખી શકતા નથી, પરંતુ આ નિબંધથી આ ચર્ચા ઉત્પન્ન થશે, બીજા નિબળે અને ભાષણે આ બાબતમાં થશે અને જે હેતુથી આ નિબંધ લખવામાં આવે છે તે હેતુ પાર પડવામાં આથી કંઈ પણ મદદ મળશે, તે અમારા યત્નને બદલે વળ્યો ગણું અમે સંતોષ માનીશું.
અમદાવાદ, રાયપુર, સંવત ૧૯૪હના કે
ફાગણ શુદ.
કેશવલાલ મોતીલાલ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com