________________
( ૮ ) દૂર કરવાથી થતા લાભ ઉતરે એવો ન કરવો જોઈએ. આવા નિબંધો, એ આ બાબતનું એક અગત્યનું સાધન છે. ગુજરાત વર્નકયુલર સોસાયટી'એ પોતાના હસ્તકનાં અનેક કંડ પૈકી એક ફંડ માંથી આ નિબંધ ગ્ય પ્રસંગે, યોગ્ય સમયે, ને ઘણું અગત્યના વિષય ઉપર લખાવ્યું છે એ માટે તેને ધન્યવાદ ઘટે છે.
આ નિબંધ તૈયાર કરવામાં નિચે લખેલા ગ્રંથોને આશ્રય લેવામાં આવ્યો છે, તેથી તે ગ્રંથકર્તાઓને ઉપકાર માનવાની અમે અમારી ફરજ સમજીએ છીએ.
ગ્રંથનાં નામ:–
૧ “આર્યાવર્તના લોકોના મૂળ અને ઇતિહાસ વિષે અસલ સંસ્કૃત વચનનું પુસ્તક ૧લું, નાતે વિષેનું, આવૃત્તિ બીજી, મી. જે. મૂર કૃત.
૨ પ્રાચીન આર્યાવર્તના સુધારાને ઇતિહાસનાં પુસ્તક ત્રણ, મી. રમેશ ચંદ્રદત કૃત.
૩ “જ્ઞાતિ નિબંધ, કવિ દલપતરામ ડાહ્યાભાઈ કત. આવૃતિ ત્રીજી.
૪ જાતિભેદ અને ભજન વિચાર, કર્તિ શ્રી નારાયણ હેમચંદ્ર.
૫ “નાત” વિષે અંગ્રેજી નિબંધ, પ્રસિદ્ધ કરનાર ધ ક્રિશ્ચિયન વર્નાક્યુલર એજ્યુકેશન સોસાયટી, મદ્રાસ.
૬ “રાસમાલા” એ. કે. ફાર્મ્સ કૃત, સને ૧૮૭૮ની નવી આવૃત્તિ. ૭ નાત સુધાર લખનાર રા. હરગોવિંદ દ્વારકાંદાસ કાંટાવાળા. ૮ ગુજરાત સર્વ સંગ્રહ, કવિ નર્મદાશંકર લાલશંકર કૃત .
હે “ચીપ્સ કેમ એ જર્મન વર્કશોપનું પુસ્તક બીજું, પ્રેફેસર મેક્ષમ્યુલર એમ. એ. કૃત.
૧૦ કન્યાની અછતને નિબંધક રા. સા. મયારામ શંભુનાથ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com