________________
ભેજનવ્યવહાર ત્યાં કન્યા વ્યવહાર
અથવા, જે જે નાતને અરસ્પરસ ભાણા વ્યવહાર છે તે તે નાતમાં કન્યા વ્યવહાર કરવાની અગત્ય વિષે નિબંધ.
ncovererer
ઉપધાત. જ્યાં ભેજન વ્યવહાર ત્યાં કન્યા વ્યવહાર કરવામાં અથવા જ્યાં રાટી ત્યાં બેટી,' એવા વ્યવહારમાં શે બાધ છે? એ પ્રશ્ન હાલના સમયમાં ઘણે અગત્યનું છે. કોઈ પણ પ્રજાના સંસારિક સુખને આ ધાર તે પ્રજાની લગ્નની રૂઢીઓ ઉપર છે. જે પ્રજાની લગ્નરૂઢીઓ એવી હોય કે ઘણું જેડાં મન ગમતાં બંધાય, તે પ્રજાનું સંસાર સુખ સારું હોય, ને જે પ્રજાની લગ્નરૂઢીઓ એવી હોય કે ઘણાં જોડાંનાં કજોડાં થાય, તે પ્રજાના સંસાર-સુખની હાનિ હોય છે માટે દરેક પ્રજાએ લગ્નરૂઢીઓ મન ગમતાં જેડાં બાંધવાનો અધિક અને ધિક સંભવ થાય એવી સ્વીકારવી જોઈએ, ને જે કોઈ રૂઢી એવી ન હોય તે તેને ત્યાગ કરવો જોઈએ. અનેક હાનિકારક રૂઢીઓથી આપણું સંસાર-સુખની ઘણે દરજે હાનિ થઈ છે. બાળલગ્ન, કન્યા, વિક્રય, સાટાં, ત્રેખડાં આદિ રૂઢીઓથી આપણું સંસાર-સુખ દહાડે દહાડે નાશ પામતું જાય છે, માટે એવી રૂઢીઓને જેમ આપણે જલદી ત્યાગ કરીશું તેમ આપણું હકમાં જલદી લાભ થશે એવી દુષ્ટ રૂઢીઓ ત્યાગ કરતાં જે જે કારણે આડે આવતાં હોય તે તે કારણેને પુર્ણ વિચાર કરે ને પછી તેને ત્યાગ કરે એ ઘણું આ ગત્યનું છે. કન્યા વ્યવહારનાં ક્ષેત્રે નાનાં નાનાં હોવાથી બાળલગ્નાદિની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com