SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પણ આ ધર્મમાં દાખલ થયા અને ઈ. સ. પૂ. પ૪૩ માં માતમ બુદ્ધ નિર્વાણ પામ્યા તે વખતે આ ધર્મના અનુયાયીઓની મહાન સંખ્યા હતી. જે માણસેને દુનિઆના પ્રપંચથી દુર રહી પવિત્ર જીદગી ગાળી શાંતિ મેળવવાની ઈચ્છા થઈ હતી તેઓને ગાત્તમ બુધે સાધુ અને સાદિવના પવિત્ર વર્ગમાં દાખલ કર્યા હતા. તેઓ માથાં મુડાવતા, પીળાં વસ્ત્ર પહેરતા અને ભિક્ષા વડે ગુજરાન નીભાવતા. તેમને રહેવા માટે વિહાર (મઠ) સ્થાપ્યા હતા. તેમાં રહી તેઓ શાંતપણે વિચાર કરતા, અધ્યયન કરતા, અને આઠમાસ ફરતા રહી જન સમાજમાં બુદ્ધના ઉપલા સિદ્ધાંતને ઉપદેશ કરી ધર્મપ્રચાર કરતા. ચોમાસાના ચાર માસમાં તેઓ એકજ જગ્યાએ રહી ઉપદેશ કરતા. બુદ્ધના નિર્વાણ પછી પણ તેમના શિષ્યએ આ પ્રમાણે ધર્મ પ્રચારનું કામ શરૂ રાખ્યું હતું. . સ. પૂ. ૪૭૭ માં બોદ્ધના ૫૦૦ શિષ્યોએ પટણામાં સભા ભરી તેમનાં વચનો અને શિક્ષણ સુત્રે એકઠાં કર્યાં હતાં. આ વખતે મગધનું રાજ્ય ઘણું બળવાન હતું, અને ત્યાંને રાજા પણ બદ્ધ ધર્માનુયાયી હતો. ઈ. સ. પું. ૨૬૩ માં મગધની રાજગાદી ઉપર અશોક નામે રાજા હતા તેણે આ ધર્મને રાજ્યધનથી મદદ આપી પિતે જાહેર રીતે બૌદ્ધધર્મ પાળવા લાગ્યો. અત્યાર સુધી બ્રાહ્મણ ધર્મ એ રાજ્ય ધર્મ મનાતે. હતો, પણ અશકે તે ન સ્વિકારતાં બોદ્ધધર્મને રાજધર્મ ઠરાવ્યું. અને ધર્મના નિયમો નક્કી કરવા સારૂ તેણે ઈ. સ. પૂ. ૨૪૨ માં બદ્ધ સાધુઓની મોટી સભા મેળવી. તેનાં પવિત્ર વચને એકઠાં કરાવી માગધી ભાષામાં લખાવ્યાં. એટલું જ નહિ પણ તેના સારાંશ તરીકે ૧૪ આજ્ઞાઓ ઘડી ઠેકઠેકાણે પત્થર અને થંભામાં કોતરાવી. તથા કારિમર, તિબેટ, બ્રહ્મદેશ, દક્ષિણ, અને લંકામાં સાધુઓ મોકલી ધર્મપ્રચાર કરાવવા માંડ. આ પ્રમાણે રાજયાશ્રય મળવાથી આ સમયમાં બોદ્ધ ધર્મની ખરેખરી ચઢતી થઈ હતી. મગધનું અશોકના વંશનું રાજ્ય નબળું પડ્યા પછી તે આંત્રકુળના રાજાઓના હાથમાં ગયું હતું, તે વંશમાં ૨૪ રાજ થયા હતા. તેટલે સમય બદ્ધ ધર્મની વૃદ્ધિ અટકી ગઈ. પરંતુ માય એશિયાના તાતાર લેકની સિથીયન જાતિએ કાશ્મીરમાં રાજયગાદી સ્થાપી હતી તેની એક બીજી શાખા (હુણ) એ આંધ્રુકુળના છેલ્લા રાજા સમુદ્રગુપ્તને હરાવી ઈ. સ. ની શરૂઆતમાં દિલ્લીમાં પણ ગાદી સ્થાપી હતી. કારમીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy