SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ થયા નતા. જેના પરિણામે શ્રાવણ ધર્મનું ર અન્ય ધર્મવાળા કરતાં વિશેષ જ રહેવા પામ્યું હતું. પણ બાદ ધમથી તે ધર્મને સખ્ત ફટકો પડયો; તે એટલે સુધી કે બ્રાહ્મણ ધર્મ છુટવાની અણી પર આવી ગયા હતા. - ઈ. સ. પૂ. ૬૨૩ માં પિલવસ્તુના રાજા શુદ્ધોદનને ત્યાં ગૌતમ નામનો બુદ્ધિશાળી પુત્ર પેદા થયો, તે નહાનપણથી જ વિચારશીલ સ્વભાવને હતાં. એક વખતે કેટલાક દુઃખી, વ્યાધિગ્રસ્ત ભિક્ષુક દષ્ટિએ પડવાથી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તેથી તે પોતાની ૩૦ વષ ની ભરયુવાન અવસ્થામાં પોતાના પિતા, માતા, પત્નિ અને હાનો બાળક છાડી વનમાં જતા રહ્યા, અને સંન્યાસ ગ્રહણ કરી તે વખતના પ્રચલિત ધર્મોનો અભ્યાસ કરી છ વરસ સુધી તપ કર્યું, પણ તેથી તેને શાંતિ થઈ નહિ. તેને એ વિચાર સુઝો કે આમ કાયા કચ્છથી મુક્તિ મળે નહિ; પરંતુ નિતિમાન, પવિત્ર અને ચાખી જીંદગી ગાળી પ્રાણિ માત્રની ઉપર દયા રાખી તેમનું ભલું કરવાથી જ મુક્તિ મળે. તથી તેણે કાશીમાં આવી ઉપદેશ કરવા માંડયા કે જે લેકે નિષ્કલંક અને પવિત્ર જીંદગી ગાળે છે, સાચું બોલે છે, અને પાપ કરતા નથી; તેમનામાં કોઈ ઉચ્ચ નીચ નથી. સઘળાં મનુષ્ય સરખાં છે માટે વર્ણભેદ નકામે છે. આ ભવમાં અને હવે પછીના ભાવમાં માણસની સ્થિતિને આધાર તેનાં કૃત્યો ઉપર છે. પાપાચારનું ફળ દુઃખ અને સકમનું ફળ શાંતિ તથા સુખ છે. પુનર્જન્મ છે. શાંતિ સુખ મેળવવા માટે સત્કર્મ કરવાં જોઈએ. દેવોને યજ્ઞો વડે સંતોષવાથી પાપ નાશ પામતું નથી, ધર્મગુરૂઓની યાચનાથી કાઈનું ભલું થતું નથી, માણસ જેવું કરે છે તેવું ભોગવે છે માટે ય કરી હિંસા કરવી તે નિરર્થક અને પાપરૂપ છે. જે માણસ પાપ કર્મ કદાપિ કરતો નથી અને સારાં કો કરી લોકોનું ભલું કરવામાં જ મો રહે છે તેને મોક્ષ એટલે નિર્વાણ મળે છે. વિગેરે” આ પ્રમાણે તેના ઉપદેશમાં સમાયલી સમાન ભાવના, સર્વને સરખા અધિકાર, કર્મધર્મની કડાકુટ વગરને ફક્ત દયાને શિરોમણી ગણી તૃષ્ણા ભંગ માની સદાચારથી વર્તવાને બોધ: ગરીબ અને તવંગર, કરચ અને નીચ, તથા સઘળી વર્ણના શ્રી પુરૂપિને યથાર્થ લાગ્યો તેથી તેઓ વાહ ધર્મમાં દાખલ થવા લાગ્યા. ધીમે ધીમે વાધણધર્મ માનનાર પો લેક અને રાજા મહારાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy