________________
બ્રાહ્મણ, ક્ષત્રી, વૈશ્ય અને શુદ્રો પોતપોતાના વર્ણાશ્રમ મુજબ વર્તતા, તેથી દિનપ્રતિદિન નવનવિન વિઘોકળાની વૃદ્ધિ થઈ આર્યાવૃત્ત શ્રી અને સરસ્વતિનું નિવાસસ્થાન થઈ રહ્યું હતું અને તેથી જ તેને સુવર્ણભૂમિ કહેતા હતા. મહાભારતના યુદ્ધ સમયે આર્યાવૃત્તમાં વિદ્યાજ્ઞાનનો સૂર્ય ચૈત્ર મહિનાના દિવસના મદયાન્તકાળ જેવો પૂર્ણ કળાએ પ્રકાશી રહ્યો હતો; પરંતુ આર્યોના કમભાગ્યે ઉદયાસ્તને નિયમ તેને પણ લાગુ પડે ! મધ્યાન્હ પછી જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ ક્રમ ક્રમે સુર્યપ્રકાશ ન્યુન થતો થતો જેમ રાત્રી પડે છે, તે જ નિયમ પ્રમાણે
ડે છેડે વિઘાજ્ઞાન ન્યુન થતાં થતાં છેક અંધકાર થઈ ગયો ! રાત્રી પડી ગઈ !!! અને હજુ સુધી પણ રાત્રી જેવું જ છે. જો કે ના. બ્રિટિશ સરકારનું શાંતિ ભરેલું રાજ્ય થતાં પ્રાચીન વિદ્યાની શોધખોળ થવા લાગી છે, જેથી પૂર્વવત સમય આવવાની આશા રખાય છે; આપણી આશા કેટલે દરજજે ફળીભૂત થાય છે, તે તો સમય આવ જણાશે. હાલ તો છા વજીર કહી સંતોષ માનીશું.
બ્રાહ્મણકાળી, બ્રાહ્મણ ધર્મ-વેદને નામે ખેદકારક વિધાનનું પ્રસરવું.
ઈ. સ. પૃ. ૩૧૩૭ થી તે ઈ. સ. ની શરૂઆત સુધી.
એક કવિએ કહ્યું છે કે “મહાભારત કરી લડાઈ થઈ હિંદને બહુ દુ:ખદાઈ ” એ વા ય વિચાર કરતાં તદન સત્યજ લાગે છે. આ ભયંકર યુદ્ધમાં મહાન મહાન વિદ્વાને, રાજા મહારાજાએ, અને ઋષિમુનિઓ ખપી ગયા હતા; જેથી વિદ્યા અને વેદત કર્મનો છેડો છેડો પ્રચાર કમી થતાં મહામહે ઈર્ષા, દ્વેષ અને અભિમાન રૂપિ અગ્નિ સળગ્યે હતો; મહારાજા યુદ્ધિષ્ઠિરના પછી લગભગ ૨૦૦-૨૫૦ વર્ષ તા ઠીકઠાક પસાર થયાં, પણ પાછળથી તેણે મહાન રૂપ લીધું હતું. જે બળવાન હોય તે દેશને દબાવી રાજા બની બેસવા પ્રયત્ન કરતો હતો અને તેથી દેશમાં દંગ, ફિતુર અને બંડબખેડા ઉઠયા. જેના હાથમાં જેટલું આવ્યું તેટલું તે દબાવી રાજા કહેવડાવવા લાગ્યા. અને આર્યાવૃત્તમાંજ અસંખ્ય ન્હાના ન્હાનાં રાજ્ય સ્થાપન થવા લાગ્યાં; વળી કઈ બળવાન નીકળતા, તે તે બીજાને દબાવવા પ્રયત્ન કરતો; આથી વખત વખત દંગા, ફિતુર અને બંડખેડા ચાલુ રહેતાં દેશમાં દિનપ્રતિદિન
અશાંતિ વૃદ્ધિગત થવા લાગી તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com