________________
દાણથી સ્વતંત્ર વિચાર કરવાથી ધર્મનાં સત્ય તત્વોનું જ્ઞાન થઈ ઉન્નતિના માર્ગની રૂપરેષા દષ્ટ સમીપ ખડી થાય છે.
આપણા દેશનો રાજકિય ઈતિહાસ લખવામાં જેટલી અડચણો છે તેથી પણ વિશેષ અડથણે, ધાર્મિક ઈતિહાસ લખવામાં છે. કારણકે સાલવાર અનુક્રમે કઈપણ ધર્મ, સંપ્રદાય અથવા મતપંથની હકીકત મળી શકતી નથી, અને જે મળે છે તે એક બીજાથી વિરૂદ્ધ તથા અચેસજ માલૂમ પડે છે. કેટલાએક પિતાનાં પુસ્તકે ગુપ્ત રાખે છે અને પિતાના મતાનુયાયી સિવાય બીજાને જોવા દેતા નથી, કેટલાંક પુસ્તકોમાં એવી તે અસંભવનિય હકીકત મળે છે કે તે માનવાને મન ના કબુલ કરે છે, કેટલાંએક પુસ્તકમાં પાછળથી અનેક બાબતે ઘુસી ગયેલી છે તેથી તેમાંથી ખરી હકીકત શેધવી કઠણ પડે છે; જ્યારે કેટલાક મતપંથની સ્થાપના ક્યારે અને કેવા સંજોગોમાં થઈ તથા તેના મુખ્ય સિદ્ધાંત કયા કયા છે વિગેરે હકીકત તે પંથના અનુયાયીઓ તો કદાપિ ન જાણે, પરંતુ તેના આચાર્યો પણ જાણતા નથી! આવી પરિસ્થિતિમાં અનુક્રમે હકીકત શોધી તેને ઈતિહાસરૂપે ગોઠવવામાં કેવી અડચણે આવે તે સમજવું કઠણ નથી. છતાં પણ વિવિધ ગ્રંથાના વાંચનથી અને વહેપારાર્થે ૮-૧૦ વરસ સુધી વિવિધ સ્થળોમાં મુસાફરી કરવાનું મળતાં જુદા જુદા પંથનુયાયીઓ સાથે પડેલા પ્રસંગોને લીધે મળેલી માહિતીના આધારે આ ઈતિહાસ લખવાનું સાહસ કર્યું છે. તેમાં હું કેટલે દરજજે ફાવ્યો છું તે વિચારવાનું કામ વાંચકોનું છે.
આ પુસ્તક લખવામાં જે જે ગ્રંથની મદદ લીધી છે, તે તે ગ્રંથાના કર્તાઓને અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
દરેક ધર્મ, સંપ્રદાય અને મતપંથના ગ્રંથમાં કેટલીક જગ્યાએ એક બીજામાં વેરભાવ ઉપજાવે તેવી તથા સૃષ્ટિ નિયમ વિરુદ્ધની અને સંભવિત બાબતે થોડી ઘણી નજરે પડે છે; પણ તેવી તકરારી બાબતોને બનતા સુધી બાજુએ રાખી તે ઉપર ટીકા કરવાની નિતિ અજ્યાર
૧. પ્રાચિન કાળના પ્રત્યેક મહાપુ ષોના જીવનચરિત્રમાં આગળ પાછળ અનેક ચમત્કારિક દંતકથાઓની ઘટનાઓનો શૃંગાર તેમના શિાએ લગાવેલોજ છે, તે એટલે સુધી કે તે મહાત્મા હતા, એમ નહિ પણ, પરમાત્મા હતા એમ ઠરાવવા સુધીની શિશે થયેલી છે ! નવા ધર્મ, સંપ્રદાય અથવા મતપંથના સ્થાપક માત્રને એવું માન મળેલું છે. આપણા દેશમાં એમ થયું છે, એમ નથી, પરંતુ પશ્ચિમના દેશોમાં પણ એમ થયેલું જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com