________________
કરી નથી. છતાં સત્ય શોધવાની ખાતર જરૂર જણાતાં એવી એકાદ બાબત પર ટીકા થઈ ગઈ હોય તે તે માટે તેના અનુયાયીઓએ કાપ ન કરતાં ક્ષમા આપવાની ઉદાર કૃપા કરવા વિનતી છે.
ધર્મની બાબત ગહન, વિવાદાસ્ત, અને કઠણ છે; તેમ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે, તેથી સમજફેર અથવા અન્ય કાંઈ કારણથી ભૂલ થવાનો સંભવ છે. આવી ભૂલ માટે જે સુચના મળશે તે બોજ આવૃત્તિમાં ઘટિત ફેરફાર કરવા જરૂર લક્ષ આપીશું.
કોઈપણ ધર્મ, સંપ્રદાય અથવા મતપંથના ઉપર કટાક્ષ કરવાના કે તેને પક્ષપાત કરવાનો હાર બિલકુલ ઉદ્દેશ નથી. ફક્ત તેમનાં મૂળ તો દર્શાવી, એકજ મૂળ ધર્મનાંજ દેશકાળાદિના ભેદે, સમયસંગાનુસારે થયેલાં રૂપાંતરરૂપે હાલમાં ચાલતા ધર્મ, સંપ્રદાય અને મતપ છે, એવું દર્શાવવાનો જ આ પ્રયાસ છે. કે જેથી એક બીજામાં જાતૃભાવની વૃદ્ધિ થઈ ધર્મને નામે જ કેપભાવ છે તે નાશ પામે.
મહારા લઘુ બંધુ મણિલાલ લલ્લુભાઇની ( જેમના નામથી અમારી કાનપુરમાં કમિશન એજંટની પેઢી ચાલે છે તેમની) આ પુસ્તક જલદીથી પ્રસિદ્ધ થાય એવી ઈચ્છા હતી, પરંતુ સંવત ૧૯૭૪ ના માગશર મુકી ૧૧ ને દિવસે કાનપુરમાં ર૬ વર્ષની ભર યુવાવસ્થામાં તેમને અકાળે સ્વર્ગવાસ થવાથી આ કામમાં ઢીલ પડી ગઈ. તેમની ઈચ્છાને માન આપવા ખાતર તેમના સ્મારક અર્થ જયાં સુધી આ પુસ્તક મારી પાસે સિલક હશે ત્યાં સુધી ફકા પણ ખર્ચ લઈ જાહેર લાયબ્રેરીઓને મફત આપવા નિશ્ચય કર્યો છે. शिवमस्तु सर्व जगतः पराहत निरता भवन्तु भुतगणाः । दो प्रयान्तु नाशं सर्वत्र जनः मुखी भवतु ॥
સર્વ જગતનું ક૯યાણ થાઓ, પ્રાણિ માત્ર પારકાના હિતમાં તત્પર થાઓ, સર્વ દોષો નાશ પામો અને સર્વ સ્થળે લોકો સુખી થાઓ. '
ઇ
શાહ મણિલાલ લલુભાઇની પેઢી કલેકટરગંજ-દાલમંડી-કાનપુર, અક્ષય તૃaોયા સંવત ૧૯૭૫.
લેખક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com