________________
પ્રસ્તાવના.
આદિ સમય થકીજ ભારત, સાબુની ખાણ છે; ધર્મરક્ષા ધમાન, એજ તેનો પ્રાણ છે; દીન દુઃખીપર દયા કરવી, એજ તેનું તાન છે;” બસ ! આજ પણ સંસારમાં, એથી જ એનું માન છે.
બંગાળાના પ્રસિદ્ધ વિદ્વાન રાજા રામમોહનરાયના શબ્દોમાં કહીએ તે “ધર્મોન્નતિ થયા સિવાય નિતિ, રાજ્ય, ઇત્યાદિ કોઈપણ વિષયમાં ઉન્નતિ થવાની નહિ” કારણકે પ્રાચીન સમયથી જ આ દેશની પ્રજા ધર્મને જ પ્રાણુ માનતી હોવાથી આપણી સર્વ ક્રિયાઓ અને પ્રવૃત્તિઓ ધર્મયુક્તજ છે. આપણું આચાર વિચાર, નિતિ ન્યાય, વહેપાર ઉઘોગ, કાદ રિવાજ અને દુકામાં આપણા સંસારનું તમામ બંધારણ ધર્મની ઉપરજ અવલંબી રહેલું છે. મનુષ્ય મારા-તમાં વિશે આર્યપ્રજાતો પિતાના ધર્મપંથના સિદ્ધાંતને પ્રાણ સમાન ગણી તેને ચુસ્તપણે વળગી રહેવામાંજ માન માને છે. આપણા લોકોની આવી ધર્મ પ્રત્યે અભિરૂચિ કે વાહલી ધર્મોન્નનિ સિવાય દેશન્નતિ થવી અશક્ય છે. માટે ધર્મોનાન સારૂ પ્રથમ પ્રયત્ન થવાની જરૂર છે.
ઇશ્વર પ્રેરિત મનુષ્ય માત્રને ધર્મ તે એકજ છે, પરંતુ સમય સંજોગાનુસારે તેમાં સુધારા વધારો થતાં અનેક સંપ્રદાય અને પય પંડ્યા ઉપસ્થિત થયેલા છે. આજે સેંકડે મતપથ દષ્ટિગોચર થાય છે તેનું એજ કારણ છે. એક પંથમાં અમુક વાતને ધર્મતત્વ માનવામાં આવ્યું છે, તે તત્વ સમય સં યાનુસારે પ્રતિકુળ લાગવાથી બીષ પંથમાં તેથી વિરુદ્ધ વાત માલુમ પડે છે; માટે ધર્મનું યથાયોગ્ય સ્વરૂપ સમજવાને–ધર્મ તત્વનો નિશ્ચય કરવાને—ધર્મના ઈતિહાસનું ગાન જરૂરી છે.
આપણી પૂર્વે ધર્મ સંબંધી વિચાર કરનારા જે જે મહાત્મા થઇ ગયા છે, તેમના ધર્મ સંબંધી કેવા મન હતા; અને દરેક ધર્મ, સંપ્રદાય અથવા મતપંથ સ્થાપન થતી વખતે દેશકાળ, સમયસર અને યાકસ્થિતિ કેવી હતી, વિગેરે જાણવામાં આવતાં, તેના ઉપર ન્યાય
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat