________________
રિ૪]
શ્રીઅમેઘ-દેશના-સંગ્રહ પુત્ર તથા એક પુત્રી એ વર્ણન સંતતિનું કર્યું, પણ આપવાનું તે પુત્રીને જ અંગે હેય, કોઈ પુત્ર અપાતું નથી, માટે ત્યાં પુત્રીને અંગે જ પ્રશ્ન છે. વિધાન રૂપે ઉત્તર મળે તે વિધાન પુત્રીને જ લાગુ થાય છે.
સિદ્ધરાજ પણ બુદ્ધિમાન હતું. ફરી તેણે પડ્યું, “મહારાજ ! શું બધા જ ધર્મો સાચા?, શું એમ હોઈ શકે ?,” કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસુરીશ્વરજી મહારાજા આના ઉત્તરમાં જણાવે છે કે –“હે રાજન! જ્યાં સુધી ધર્મોનું સ્વરૂપ બરાબર ખ્યાલમાં ન આવે, ધમની વિશિષ્ટતા ન સમજાય ત્યાં સુધી એક પણ ધર્મ પરત્વે અરૂચિવાળા ન જ થવું.” સિદ્ધરાજ રાજા છે, અને કલિકાલસર્વજ્ઞ-ગુરૂમહારાજા છે. સિદ્ધરાજ ભૂપતિ છે, આચાર્યશ્રી દર્શનના અધિપતિ છે. શ્રીસિદ્ધરાજ મુત્સદી રાજા છે જ્યારે આ મહાન સૂરીશ્વર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવના પરમ જ્ઞાતા છે. એમને હેતુ તે ઈતર ધમીય રાજાની પ્રથમ જૈન ધર્મ તરફની અરૂચિને ખંખેરી નાંખવાનું છે. બીજા ધર્મોમાં તે એની દષ્ટ હતી જ, માત્ર તે વખતે ઈતર ધર્મના પ્રાબલ્વે જૈન ધર્મ તરફ ઢેલ હતું તે ટાળવાને “બધા ધર્મ કરવા એમ કહીને જૈન ધર્મ તરફ પણ સિદ્ધરાજની દૃષ્ટિ આચાર્યશ્રીએ ખેંચી બુદ્ધિમાન મનુષ્યની દષ્ટિ, બધામાંથી સહેજે સારૂં શેધી લે એમ મનાય. એટલે એની દષ્ટિ બહાર જે જેન ધમ હતે તે બધા ધર્મના નામે દષ્ટિના ક્ષેત્રમાં ગોઠવી દીધે. સ્ત્રી સંતાનને પ્રસવે છે ત્યારે સંતાનની સાથે એર પણ નીકળે જ પણ તે એરને કાપી નાંખી ખાડામાં દાટવામાં આવે છે. જ્યારે સંતાનને સડમાં લેવાય છે. તે જ રીતિએ બધા ધર્મમાં દષ્ટિ પ્રક્ષેપ કરનાર બુદ્ધિમાન મનુષ્ય આપો આપ પિતાના બુદ્ધિબલે સાચે ધર્મ ગ્રહણ કરશે, જે સાચે નહિ લાગે તેને તજી દેશે. આચાર્યશ્રીની દષ્ટિ આ હતી!, અને બધા ધર્મ કરવા એવું આચાર્યશ્રીનું કથન, શ્રોતાની સ્થિતિને અનુલક્ષીને છે. ભગવાને ગૌતમસ્વામીજીને મૃગાલેઢાને જેવા જવા કહ્યું. વિચારે કે મૃગલેઢા કયાં છે?, ભેંયરામાં રાણી પાસે. ત્યાં રાણી અને મૃગાલેઢા એ બે ભેંયરામાં જ ગૌતમસ્વામીજીની યેગ્યતા, દઢ આત્મબલ, ચારિત્રની અડગતાને ઉદ્દેશીને જ તેમને એકલાને પણ ભેંયરામાં રણી પાસે જવાની (મૃગાલેઢા જેવા ) આજ્ઞા થઈ. જે તે સાધુને, ભેંયરામાં રાણી પાસે એકલા જવાની શું આજ્ઞા થાય?, ના. આ આજ્ઞા કરનાર સવયં ભગવાન છે, અને તેથી વક્તાનું વક્તવ્ય શ્રોતાની પરિણતિને આશ્રીને છે.
આ શતકને, આ ઉદેશે ભગવાને રાજગૃહી નગરીમાં નિરૂપણ કરેલ છે, તે માત્ર ' ગૌતમસ્વામીજીને જ કહેલ છે એમ નહિ; પરન્તુ તેમને મુખ્ય ગણી, ૫ર્ષદાને કહેલ છે. વિવેચન રૂ૫ વકતવ્ય તે ધર્મકથા કહેવાય. શ્રોતૃવર્ગ પ્રશ્ન કરે તેના ઉત્તર દેવાય તે પ્રશ્નોત્તર કહેવાય. આ પંચમાંગ શ્રીભગવતીજી. સૂત્રમાં ૩૬૦૦૦ છત્રીસ હજાર પ્રશ્નોત્તરે છે. શ્રી આચારાંગ, શ્રી સૂયગડાંગમાં સાધુ (શ્રમણુ) ના આચાર અંગે નિરૂપણ છે, તથા સીધું નિરૂપણ છે. માત્ર વક્તવ્ય છે. શ્રીભગવતીજી પશ્નોત્તર રૂપ છે. રાજગૃહી નગરીમાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com