SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ - -* - - - - - [૨૬]. નારકી ગતિ અને છે. ઉકળતા દુર્ગ ધી ખારા પાણીમાંથી બડાર કાઢીને તપેલા લાંબા અણીવાળા ખીલા શરીરમાં પેસી જાય તેવી નાવડીમાં પરમાધામીઓ બેસાડીને ગળામાં ખીલા ઠોકે છે. કેટલાક પરમાધામીઓ નારકીના ગળામાં મેટી પથરની શીલા બાંધીને દુર્ગધી પાણીમાં ડુબાડી દે છે. વળી વૈતરણી નદીમાંથી બહાર ખેંચી કાઢીને તપાવેલી જીણી ધારવાળી અણીયાણ કાચના ભુકા સમાન રેતી સાથે તાવડામાં ચણ માફક ભુજે છે, તેમજ શરીરમાંથી માંસ કાપી સેવામાં પરેવીને અગ્નિમાં પકાવે છે. રાત્રિ જોજન કરતારાના મેમાં જીવતા કીડા ભરે છે. નારકીમાં સૂર્યનું કે બીજું અજવાળું હતું જ નથી, ઘોર અંધારું જ હોય છે. જેમ એક ભેંસને સજજડ લેઢાની સાંકળથી ચારે પગે તેમજ ગળે બાંધીને ઉભી રાખી હોય અને ચારે દિશામાં પરત અગ્નિ સળગાવ્યું હોય, અને મોં પાસે મીઠાનું મરચા અને ગરમ મસાલાનું ઉકળતા પાણીનું ભાન ભરી રાખ્યું હોય, તરસ લાગે ત્યારે આગળ મુકેલું ખારું પાણી પીએ એટલે અંદર સખત ઉષ્ણ વેદના, બહારની પણ અપાર વેદના થાય. ત્યાંથી નાસી શકાય નહિ. કેઈનું તે વખતે શરણ નથી. મહા વેદના ભેગવવી પડે તેમ નારકીના જીવોને પણ પરમાધામીએ ચારે બાજુ અગ્નિ સરખી વેદના ઉભી કરે અને ત્યાંથી ખસી ન શકે તે માટે એને મુકે ટાઈટ બાંધી રાખે અને ખારા ઉકળતા પાણી પાય. કુરકમ દયા વગરના પરમાધામીએ કુહાડી વાંસલા લાવીને નારકીના જીના શરીર ફડે છે, છોલે છે, તેમજ લાકડાનું પાટીયું રંદાથી સુંવાળું કરવાને માટે જેમ છેલે તેમ નારકીના શરીર ઉપરની ચામડી હથીયારથી છોલે છે. ખાલ ઉતારે છે. નારક લેકના સ્વભાવને અંગે ગ્રાહે તેટલા નારકીના શરીરને અગ્નિ સરખા તાપમાં તપાવે, શેકે, સંધે તેપણ બળીને રાખેડો થતું નથી, પણ જેનું વાણીથી વર્ણન ન થઈ શકે તેવી ગાઢ અસહ્ય વેદના અનુભવે છે. હિંસાદિક અઢાર પાપ સ્થાનક સેવનથી બાંધેલું પાપ જયારે નારકીના જીવને ઉદયમાં આવે છે, તે વખતે બળવાનું છેદાવાનું ભેદાવાનું છેલવાનું ત્રિશૂલ ઉપર આરોપણ થવાનું, કુંભમાં પકાવાનું કાંટાળી સામલી વૃક્ષ ઉપર આરોહણ થવાનું પરમાધામીએ કરેલું, અને મહેમાહે લડી જકડીને ઉભું કરેલું દુઃખ એવું અનુભવે છે, કે આંખના પલકારા જેટલે વખત પણ દુઃખમુક્ત બની શક્તા નથી. નરકપાલે જ્યારે નારકને કદથના કરતા હોય ત્યારે નગરવધુ માફક મહા ભયંકર હહારવ આકંદન કરતાં નારકીઓ કરૂણુવાળા શબ્દો બોલે છે. તે માત! હે પિતા! ઘણું દુઃખ થાય છે. હું અનાથ છું. તમારે શરણે આવ્યો છું. મને બચાવે મારૂ રક્ષણ કરે. આવા કરૂણ અને વિલાપવાળા શબ્દો સાંભળીને મિથ્યાત્વ હાસ્યરતિના ઉદયવાળા પરમાધામીને લગીર પણ દયા-કરૂણ આવતી નથી. પણ વધારે દુઃખી દેખીને વધારે આનંદ આવે છે. અને અનેક પ્રકારનું અશાતવેદની દુઃખ ઉભું કરે છે. વળી પરમાધામીએ નીચે મસ્તકે ઉભું કરીને બે પગે પકડીને શરીર ચીરી નાખે છે, વળી પૂર્વે કરેલા પાપે યાદ કરાવીને કહે છે કે તે વખતે પારકા શરીરનું માંસ ખાઈને આનંદ પામતે હતે. તથા તેનું લેહી અને મદિરા પીતી વખતે ભાન ન રહ્યું ? તેમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy