SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ | [૧૮૪]. ts. શ્રીઅમેવ-દેશના-સંગ્રહ. --- - - -- ---- - .. ... શ્રીગણધર મહારાજા પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના આઠમા શતકના પ્રથમ દિશામાં પુગલ-પરિણામને અધિકાર નિરૂપણ કરતાં કહે છે કે સૂક્ષ્મ એકેન્દ્રિયના જીવ, તથા મુક્તિને જીવ સ્વરૂપે ઉભય સરખા છે. ભેદ જે છે તે કર્મનાં પુદગલે અંગે છે. જેના મુખ્ય તે બેજ ભેદ. ૧ સંસારી, ૨ મેક્ષના. કર્મ પુદ્ગલથી લેપાએલા તે સંસારી છે, અને કર્મ પુદગલેથી મુક્ત થયેલા તે મુક્તિના જીવે. પુદ્ગલ–પરિણામની અનેક પ્રકારની વિચિત્રતાનુસાર સંસારી જેના અનેક ભેદો છે. એકેન્દ્રિયાદિ ભેદોમાં પુદગલનીજ વિચિત્રતા છે ને! અહિં પર્યાપ્તા અપર્યાપ્ત સંબંધિ તથા ઔદારિકાતિ શરીર પર વિચારણા ચાલુ છે. મૂર્છાિમ મનુષ્ય બિચારા અપર્યાપ્તાજ હોય છે. ગર્મજ પર્યાપ્ત મનુષ્ય વિના બીજે કઈ પણ જાતિને કે ગતિને જીવ એ નથી કે જે પાંચે શરીર પરિણુમાવી શકે. ઔદારિક, તેજસ, અને કાર્પણ શરીર સર્વ સાધરણ રીતે દરેક મનુષ્ય પરિમાવે છે. વિશેષથી જે લબ્ધિ ઉત્પન્ન થઈ હેય, તે તે વૈકિય વગણના પગલે ગ્રહણ કરીને વૈક્રિય શરીર રચે છે. જ્ઞાનને ક્ષયે પશમ થયે હેય, આહારક લબ્ધિ પ્રાપ્ત થઈ હેય, આહારક શરીર નામકર્મને ઉદય હોય તે, તે જીવ આહારક શરીર પણ બનાવી શકે છે. પશમ ચૌદ પૂર્વ એટલે આવશ્યક છે. યાવત્ તેર પૂર્વ સુધી ભણ્યા હોય તેને આહારક લબ્ધિ ઉત્પન્ન થતી નથી. ચૌદ-પૂર્વીએ પણ તેવી લબ્ધિવાળા હોય તેવું નથી. દશ પૂર્વની સાથે સમ્યકત્વની લબ્ધિ નકકી છે. સામાન્ય શ્રુતજ્ઞાન પ્રાપ્તિ સુધી સમ્યકત્વ હોય કે ન પણ હોય. આચારાંગ, સૂયગડાંગ યાવત્ કાંઈક ન્યૂન દર્શ પૂર્વનું જ્ઞાન મેળવ્યું હોય, ત્યાં પણ સમ્યકત્વ હેય એવું ચેકસ નહિ. આટલે સુધી ભણ્યા પછી પણ સમ્યકત્વને અંગે વિક૯પ શાથી?, વકીલ લાખ રૂપિઆના દાવાનો કેસ જીતે હુકમનામું થાય પણ તેને તે માત્ર ફીજ મળે છે. જવાબદાર જોખમદાર તે અસીલજ જીત થાય કે હાર થાય, ફીને માલીક વકીલ, હાર જીત અસીલના શિરે છે. વકીલ બેલે પણ એમજ કે “મારો અસીલ આમ કહે છે વગેરે. પિતાના અસીલને ફાંસીને હુકમ થાય છે તેમાં વકીલને કાંઈ લાગે વળગે છે? ત્યારે આપણે આત્મામાં પણ નવચનને પરિણમન ન થાય અને “શાસ્ત્રકાર આમ કહે છે એ સ્થિતિ સુધી વાત હોય તે સમ્યકત્વને નિશ્ચય શી રીતે કહેવાય? ક્ષણ પહેલાને વૈમાનિક દેવતા ક્ષણ બાદ એકેન્દ્રિયમાં પણ ચાલ્યો જાય છે. અધ્યવસાયની વિચિત્રતા આવી છે. જીવાજીવાદિ તનું જ્ઞાન માત્ર અનુવાદરૂપે હોય ત્યાં સમ્યકત્વને નિર્ણય શી રીતે ગણાય? દશપૂર્વ સ પૂર્ણ થયા બાદ સમ્યકત્વ જ સમજવું. આમાં મહત્તા સમકત્વની કે દશપૂર્વની? સમ્યકત્ય હોય તે જ દર્શ પૂર્વ પૂરાં થાય; અન્યથા ન થાય. દશમું પૂર્વ સમ્યકત્વ વિના પુરૂ ન જ થાય. દર્શપૂર્વ થવાથી સમ્યકત્વ પૂર્ણ એમ હોય તે તે દશપૂર્વ પ્રાપ્તિ માનવી પડે. દશમું, અગીયારમું યાવત્ ચૌદમું આ પૂર્વે જેના આત્મામાં સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય તેને જ પૂરાં થાય. સમ્યકત્વવાલાને દશ પૂર્વનું પુરૂં જ્ઞાન થાય. તેમાં આ એક સ્વભાવ નિયમ છે. નવ પૂર્વ કે તેથી અધિક જ્ઞાન હોય, દશપૂર્વનું પુરૂં જ્ઞાન હોય, પણ ન્યૂન હોય તેનામાં સમ્યકત્વ હેય પણ ખરૂં, અને ન પણું હેય, નિયમ નહિ. દશપૂર્વનું જ્ઞાન જેને હેય તેને માટે તે એ નિયમ કે એનામાં સમ્યકત્વ હોયજ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy