SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪] શ્રીઅમોધ-દેશના-સંગ્રહ. હેય નડિ. જૈન શાસન તો કર્મના નાશથી જીવની મુક્તિ માને છે. જે કર્મને ગુણ માને તે તે મોક્ષમાં પણ જીવની સાથે જ કર્મને માનઘું પડે. કર્મ પુદ્ગલ છે; ગુણ નથી. આકાશને અને આત્માને સુખ દુઃખ નથી કરતું, કેમકે અરૂપી ચીજ સુખદુઃખનું કારણ થઈ શકતી નથી. મા અરૂપી છે, અને આત્માને તમામ દર્શનકારે અરૂપી માને છે. આત્માને અરૂપી માનવામાં કોઈને મતભેદ નથી. જેને શબ્દ, રૂપ, રસ, ગંધ, વર્ણ નથી આવો આત્મા અરૂપી છે. આવા અરૂપી આત્માને રૂપી કર્મે વળગ્યાં શી રીતે ?, અરૂપી આકાશને ચંદન કે કચરો સ્પર્શ નથી. નથી તે ચંદનના થાપા થતા, નથી કચરો વળગતે. આવી શંકા કરનારે દયાનમાં રાખવું, કે જે વસ્તુ પ્રત્યક્ષ હોય તેને અંગે “કેમ” એ પ્રશ્ન ઉઠી શકે જ નહિ. “પાણી તૃષા કેમ છીપાવે છે, અગ્નિ કેમ બાળે છે આવા પ્રશ્નો હોય જ નહિ. વ્યવહારે પ્રત્યક્ષસિદ્ધ વસ્તુને અંગે “આ આમ કેમ એવી શંકાને સ્થાન હતું કે રહેતું નથી. સ્વરૂપ જાણવા માટેના પ્રયત્નની વાત અલગ છે. આત્મા તથા શરીર પરસ્પર એવા વ્યાપેલા છે, કે તમામ શરીરથી ભિન્ન નહિં, અને શરીર આત્માથી ભિન્ન નહિં. સાયેગથી સર્વ અવય જીવ સાથે સંકલિત છે. ઔદારિક એવા થુલ પગલે જ્યારે આત્માને વળગેલા અનુભવીએ છીએ, પછી અરૂપી આત્માને રૂપીકમે વળગે કે નહિ એ પ્રશ્ન જ રહેતું નથી. શરીરના સર્વ પ્રદેશમાં આત્માના સર્વ પ્રદેશ વ્યાપેલા છે. આત્માએ પોતે જ તે પુદ્ગલે ગ્રહણ કરેલાં છે, અને પરિણાવેલાં છે. આત્માએ પિતે જ આ શરીર બનાવ્યું છે. જન્મ વખતે આ શરીર એક વેંતને ચાર આંગલનું હતું, અત્યારે પાંચ હાથનું કેમ?, જીવ પોતે જ શરીર બાંધે છે. કશીટાના કીડાને ચારે તરફ જાલ કણ રચે છે? અજ્ઞાનવશાત્ પિતાનું બંધન પિતે જ ઉભું કરે છે ને ! કરે તે ભોગવે' એટલું જ માત્ર નથી. અન્ય મતવાલા તમામ, કહો કે આખું જગત્ એમ માને છે, બેલે છે કે “કરે તે. ભગવે, વાવે તે લણે.” જેના દર્શન એટલેથી અટકતું નથી, એથી આગળ વધે છે. અન્ય દર્શને ઈશ્વરને જગતના બનાવનાર માને છે, જ્યારે જૈનદર્શન ઈવરને જગત બતાવનાર માને છે. જેનદર્શનમાં અને ઈતર દર્શનેમાં આ માટે ફરક છે. જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જ, બંધને, મેક્ષ આ ત, ભવનું સ્વરૂપ કર્મનું સ્વરૂપ, દ્રવ્યોનું સ્વરૂપ વગેરે બતાવનાર ઈશ્વર છે એમ જૈને માને છે. સંસારને તથા મુક્તિને ઓળખાવનાર ઈશ્વર છે, એ જેને ને કબૂલ છે. ઈતરે ઈશ્વરને જીવાજીવ તમામ પદાર્થોના, સંસાર માત્રના બનાવનાર તરીકે માને છે. જેને “કરે તે ભગવે' તથા વાવે તે લણે” એ તે માને છે જ પણ એટલેથી નહિ અટકતાં આગળ વધીને કહે છે, કે કરવાથી વિરમે નહિં (ભલે તે ન પણ કરે) તે પણ ભગવે. એટલે પાપ કરવાની પ્રતિજ્ઞા લે, નહિ, અને પ્રતિજ્ઞા પૂર્વક પાપ કરતાં અટકે નહીં, તે પણ ભલે પાપ ન કરે તે પણ તેઓ પાપ કર્મ બાંધે છે પાપ ભગવે છે. દશ પ્રાણ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy