SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ - - - ----- - -- [૧૦૦]. LE શ્રીઅમોધ-દેશના–સંગ્રહ. પાઈ માટે કોઈની પળશી કરવી પડે એ કઈ હાલત?, જગતમાં કોઈપણ એવું રાજ્ય નથી કે પોતાના દેશની ઉત્પત્તિ પરાધીનપણામાં હોય. આ આત્માને તે પિતે ઉપાર્જેલી મીલકત પરાધીન છે. જ્ઞાન તે આત્મીય જ ચીજ ને ! પણ સ્પર્શ, રસ વગેરેનું જ્ઞાન તેને ઈંદ્રિઓ દ્વારા જ થાય છે. કેવલજ્ઞાનની અને કેવલદર્શનની અપેક્ષાએ તે ઈદ્રિના વિષયનું જ્ઞાન તે તુચ્છ છે, તે પણ તેવું જ્ઞાન તુચ્છ જ્ઞાન માટે પણ આત્મા ઈદ્રિયોને વશ છે. પુદગલે કર્માધીન છે, જેનાં પગલે જીવને પ્રાપ્ત થાય, તેવી સંસારી જીની આ હાલત છે. પુદ્ગલેની પરવશતા વિનાના જીવો સિદ્ધના છે. સિદ્ધના જીવને કેવલજ્ઞાનાદિ ગુણે જવાના નહિ, ખસવાના નહિ, ઘસાવાના નહિ, પલટાવાના નહિ. સંસારી જીની પરાધીન હાલત છે. રખપટ્ટીનું કારણ જ પુદ્ગલની પરાધીનતા છે. આપણે વિચારી ગયા કે પુલ પરિણમનને વિચાર, એનું જ્ઞાન અને એનું મન્તવ્ય એ જૈન શાસનની જડ છે. પુદ્ગલના મુખ્યતયા ત્રણ પ્રકાર છે. ૧ સ્વભાવપરિત, ૨ પ્રોગપરિણત; ૩ મિશ્રપરિણત. આમાં સંસારી છે માટે ભાગ પગ પરિણત પુરા ભજવે છે. સિદ્ધ શિલા પર જ્યાં સિદ્ધ મહારાજ બરાજ્યા છે, ત્યાં પણ તમામ પગલે છે, અનંતી કર્મ વર્ગણાઓ છે પણ સિદ્ધાત્માઓ તે કર્મો કે પગલે ગ્રહણ કરતા નથી, તે પરમાણુઓ ને પરિણાવતા નથી, કારણ કે પાણીમાં ધાતુ, અનાજ, કપડું લુગડું તમામ ડૂબે, પરતુ ધાતુ અન્દર રહેવા છતાં પણ ગ્રહણ કરે નહિ. એક ટીપાં પાણીને પણ ધાતુ ચુસતી નથી, અનાજ પણ પાણી ગ્રહણ કરે છે, અને લુગડુ પિતાથી દેતું પાણી ચૂસે છે. સૂકા કરતાં ભીના કપડાનું તેલ દેતું બમણું થાય છે. ધાતુ તે પાણીમાં ડૂળ્યા છતાં પણ, પાણીમાં રહ્યા છતાં એક ટીપાને પણ ગ્રહણ કરતી નથી. જ્યાં સિદ્ધ મહારાજ બીરાજે છે ત્યાં તમામ પ્રકારનાં પુદ્ગલ છે, અર્થાત્ ઔદારિકાદિ તમામ પુદ્ગલે છે, પરંતુ સિદ્ધાત્માઓ તેમાંથી એક પણ પુદ્ગલને ગ્રહણ કરતા નથી, પરિણાવતા નથી. મોક્ષમાં સંકડામણુ કેમ થતી નથી? કેટલાકને એવો તર્ક છે કે “સંસાર અનાદિથી ચાલુ છે, અનંતા પુદ્ગલ પરાવર્તો ગયા; પણ કઈ એ કાલ નથી કે જે છ મહીનામાં કઈ મેલે ન જાય. આજે ભારતમાં મેક્ષ નથી, પણ મહાવિદેહમાં તે છે ને!, હવે આમ અનાદિથી જીવે પણ અનંતા ક્ષે જાય છે. તે પછી ૪૫ લાખ એજનની સિદ્ધ શિલા સાંકડી કેમ થતી નથી? જ્યાં મનુષ્યની મેદિની જમ્બર થાય છે, ત્યાં જ સ્થલ સંકેચને કારણે નવાને આવવું મુશ્કેલ પડે છે; તે સિદ્ધશિલામાં સંકડામણ કેમ થતી નથી? સ્થલે સ્થલે દીવા કરીએ તેથી તને ઉભરે હોય? તમાં ત સમાઈ જાય. જગતમાં એવી પણ ચીજે છે કે જેને અન્યૂન્યમાં સમાવેશ થાય. પાણીમાં સાકર તથા નમક બને સમાય છે? પાણીમાં સાકર તથા બીજા પદાર્થો સમાય પણ સ્થાનની વૃદ્ધિ જરૂર, પરંતુ તે વસ્તુ એવી છે કે સમાય છતાં અવગાહના વધારે નહિ, પરસ્પર સમાવેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy