SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ૨૫. [૯] છે. તારે તે તીર્થ, તીર્થ વિના પ્રાણીઓ તરે કયાંથી? શ્રી તીર્થની, શ્રીશાસનની સ્થાપના સમયે ભવ્યાત્માઓના હિતાર્થે એ શાસનના પ્રવાહને વહેતે રાખવા બીજમાંથી વૃક્ષ-વિસ્તારની જેમ ત્રિપદી રૂ૫ બીજ પામીને શ્રી ગણધર મહારાજાઓ મહાન વિસ્તારવાળી દ્વાદશાંગીની ગુંથણી કરે છે. એ દ્વાદશાંગીમાંના પંચમાંગનું નામ શ્રીભગવતીજી સૂત્ર છે, જેમાં છત્રીસ હજાર પ્રશ્નો છે. છત્રીશ હજાર પ્રશ્નોત્તરના મહાસાગરરૂપ પંચમાંગ શ્રીભગવતીજીના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશાને અધિકાર ચાલુ છે. એટલે પુદ્ગલ-પરિણામ-વિષયક-અધિકાર અત્ર ચાલુ છે. સંસારી જીવોમાં વિધવિધ વિચિત્રતા ગુણદેનું તારતમ્ય તે પુદ્ગલેની વિવિધતાને - આભારી છે. જેના મુખ્ય બે પ્રકાર છે, એ તે જાણે છે ને?, ૧ મોક્ષના, ૨ સંસારીના. કર્મથી સદંતર રહિત, કાયમને માટે કર્મથી મુક્ત, તે મોક્ષના છે, અર્થાત્ સિદ્ધો, અને કર્મ સહિત તે સંસારી જી. કર્મનો ઉદય, ઉદીરણ સત્તા વેદન આમાંથી કર્મને કોઈ પણ પ્રકાર જેને ન હોય તે જ સદંતર કર્મથી રહિત, એટલે મોક્ષના જીવે છે. દુન્યવી દષ્ટિએ આ ઈવેને ખ્યાલ આવે કઠીન છે. કોઈ પ્રસંગે, માર્ગમાં જતાં બે ઝવેરીએ એક રબારીને ત્યાં ઉતર્યા. ત્યાં હાથમાં મિતી વગેરે નંગોને જોતાં, તેઓ પરસ્પર વાત કરે છે કે, “આતે પાણીને દરિયે છે.” પેલો “હે રબારી તે પાણુ શબ્દ સાંભળી ખેતીમાં ચમત્કાર જાણી, લુગડાને છેડો પકડી ભીને કરવા જાય છે, અને અડાડે છે. આ જોઈ ઝવેરીએ તેની એ દશા પર સ્મિત કરે છે. છેડો તે શું, પણ તાંતણે ય ભી ન થતું હોવાથી તે રબારી પેલા બંને ઝવેરીઓને જૂઠા ગણે છે. એ બીચારો મેતીના પાણીની, અને દરિયાના પાણીની વાતને ખ્યાલ કયાંથી કરે?, આથી એને તે એ ગધું જ લાગે છે. આ રીતેએ આ જીવ પણ અનાદિથી પુદ્ગલનાં સુખેથી એ ટેવાઈ ગયે છે કે આત્માના સુખની છાયા ઝાંખી પણ મગજમાં આવતી કે ઉતરતી નથી. પેલા રબારીને નદી, કુવા, તળાવ અને દરિયામાં પાણીની શ્રદ્ધા છે, કેમકે તે નજરે નજર નિહાળાય છે, પરંતુ “મમાં પાણી' હેં ! એ શું!' એમ મેતીમાં પાણી હોવાની વાતને તે જેમ હસી કાઢે છે, તે જ રીતે સંસારા જીવને, પૌગલિક સુખની અનાદિની ગાઢ આદતને લીધે આત્મીય સુખની છાયા પણ સમજમાં આવવી કઠીન છે. સિદ્ધોનું સુખ શું? સિ દ્વોને સુખ કયું?, કર્મોનું બંધન નહિ એ જ મહાન સત્ય શાશ્વત સુખ. રાજાને કેદ કરવામાં આવે તે તેને કાંઈ ત્યાં રોટલા અને મરચાં ન અપાય, તેને તે કેદમાં પણ તેની યોગ્યતા હોવાથી માલપાણી મળ્યા કરે, છતાંય સામાન્ય કેદી કરતાં કેઈ ગુણી બળતરા રાજાને હોય છે. કેમકે કેદ બંધન એજ પરમ દુઃખ છે. રાજાને તે નજર કેદમાં બધી સગવડ સન્માનથી સચવાય છે, તે પણ “બંધન' એ વિચારજ એને વીંધી નાંખે છે. ચક્રવર્તીને ભાજી લેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy